બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Amidst the forecasts heavy deployment of Meghraja in Ahmedabad from early morning

મેઘમલ્હાર / આગાહી વચ્ચે અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજાની ભારે જમાવટ, જુઓ કયા-કયા વિસ્તારોને ધમરોળ્યાં

Malay

Last Updated: 08:22 AM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ વહેલી સવારથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદ પાડતા ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે.

 

  • અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ 
  • શહેરના મોટાભાગના વિસ્તારોમાં નોંધાયો વરસાદ
  • મુશળધાર વરસાદ ત્રાટકતા ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાયા

ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ કાર્યરત થવાથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરવા લીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેહુલિયાએ ભારે હેત વરસાવ્યું છે. જૂનાગઢમાં તો જાણે આભ ફાટ્યું હોય તેમ અનરાધાર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ ચોમાસાએ જબરી જમાવટ કરી છે. ગઈકાલે તો અમદાવાદમાં પણ અનરાધાર વરસાદ પડતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ જતાં હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અમદાવાદમાં હજુ પણ વરસાદ ચાલું છે. અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળ વચ્ચે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.

શહેરમાં વહેલી સવારથી વરસાદ 
વહેલી સવારથી લાલદરવાજા, આસ્ટોડીયા, ખાડીયા, ખમાસા, એલિસબ્રિજ, આશ્રમ રોડ, પંચવટી, લૉ ગાર્ડન, આંબાવાડી, બોડકદેવ, શિવરંજની, જજીસ બંગલો, એસ.જી હાઈવે, પ્રહલાદનગર, થલતેજ, વેજલપુર, નહેરુનગર સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરમાં ઠેકઠેકાણે વરસાદી પાણી જમા થઈ ગયા છે. ભારે વરસાદના કારણે આજે સવારે રેઈનકોટ પહેરીને અને છત્રી લઈને બાળકો સ્કૂલે જતા જોવા મળ્યા હતા. 

અંડરપાસ પાણીમાં ગરકાવ
અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી નજરે ચડી રહ્યા છે તો વરસાદી પાણી ભરાઈ જવાના કારણે શહેરના ઘણાં અંડરપાસ પાણીમાં ગરકાવ થયા છે. અમદાવાદમાં અતિ ભારે વરસેલા વરસાદને કારણે 5 અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગ રૂપે તંત્રે અંડર બ્રિજ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 

વાહન ચાલકોને ભારે હાલાકી
અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર-ઠેર હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગતરોજ શહેરના સિંધુભવન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભારે વરસાદના કારણે ઘાટલોડીયા વિસ્તારમાં સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ