બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / america NASA asteroid bennu reveal secrets of life on earth nasa spacecraft osiris rex capsule

OMG / 7 વર્ષે અંતરિક્ષ યાત્રા કરી સેમ્પલ સાથે NASAની સ્પેસ કેપ્સૂલે કર્યું ધરતી પર ઉતરાણ, હવે ખુલશે પૃથ્વી પર આવેલા જીવનના રહસ્યો

Arohi

Last Updated: 09:25 AM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NASA Capsule Asteroid Bennu: ઓસિરિસ-આરએક્સ મિશન દ્વારા લેવામાં આવેલા આ નમુના મહત્વપૂર્ણ છે કારણ કે બેન્નૂ જેવા ક્ષુદ્રગ્રહ આપણા સૌર મંડળના શરૂઆતી ઈતિહાસ માટે ટાઈમ કેપ્સૂલના રૂપમાં કાર્ય કરી શકે છે.

  • પૃથ્વી પર જીવને કઈ રીતે લીધો આકાર 
  • એસ્ટેરોયડ બેન્નૂ ખોલશે રહસ્ય
  • 7 વર્ષની યાત્રા કરી પાછુ આવ્યું NASAનું કેપ્સૂલ

અંતરિક્ષની અંદર એસ્ટરોઈડના નમુના લઈને નાસાનું પહેલું અંતરિક્ષ કેપ્સૂલ સાત વર્ષની યાત્રા પુરી કરી રવિવારે ઉતાહ રણમાં ઉતર્યું. પૃથ્વીની પાસેથી પસાર થતા ઓસિરિસ-રેક્સ અવકાશયાન્ કેપ્સૂલને 63,000 માઈલ (100,000 કિમી) દૂરથી છોડ્યો. લગભગ ચાર કલાક બાગ આ કેપ્સૂલ પેરાશૂટ દ્વારા સેનાના ઉતાહ પરીક્ષણ અને પ્રશિક્ષણ રેન્જમાં ઉતરી ગયો. 

વૈજ્ઞાનિકોએ બેન્નૂ નામના કાર્બન-સમૃદ્દ ક્ષુદ્રગ્રહથી ઓછામાં ઓછો એક કપ કાટમાળ મળવાનું અનુમાન છે. જોરે જ્યા સુધી કંટેનરને ખોલવામાં નથી આવતું તેમાં મળતી સામગ્રી વિશે યોગ્ય રીતે કંઈ પણ ન કહી શકાય. એસ્ટરોઈડના નમૂના પરત લાવનાર એકમાત્ર અન્ય દેશ જાપાન બે ક્ષુદ્રગ્રહ મિશનથી ફક્ત એક ચમચી કાટમાળ જ એકત્ર કરી શક્યો હતો. 

રવિવારે પહોંચેલા એસ્ટરોઈડના નમૂનાના અભ્યાસથી વૈજ્ઞાનિકોને 4.5 અબજ વર્ષ પહેલા આપણા સૌર મંડળની શરૂઆતના વિશે વધારે સારી રીતે સમજવામાં મદદ મળશે કે પૃથ્વી અને જીવનને કઈ રીતે આકાર લીધો. 

ઓસિરિસ-રેક્સ અવકાશયાને 2016માં પોતાનું મિશન શરૂ કર્યું હતું અને તેણે બેન્ની નામના એસ્ટરોઈડના નજીક પહોંચીને 2020માં નમુના એકત્ર કર્યા હતા. આ નમુનાઓને સોમવારે હ્યૂસ્ટન સ્થિત નાસાના જોનસન અંતરિક્ષ કેન્દ્રમાં લઈ જવામાં આવશે. 

ઓસિરિસ-ઓરએક્સ મિશન દ્વારા લેવામાં આવેલા આ નમૂના મહત્વપૂર્ણ છે કારણ કે બેન્ની જેવા એસ્ટરોઈડ આપણા સૌર મંડળના શરૂઆતી ઈતિહાસ માટે ટાઈમ કેપ્સૂલના રૂપમાં કાર્ય કરી શકે છે. 

એસ્ટરોઈડના નમૂના સંશોધકોને આ જાણવામાં મદદ કરશે કે આપણા ગ્રહ અને સૌર મંડળનું નિર્માણ કેવી રીતે થયું. સાથે જ આ જીવોની ઉત્પત્તિ કેવી રીતે થઈ જેના કારણે પૃથ્વી પર જીવન સંભવ થયું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ