બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMC mass testing Corona positive 60 doctors ahmedabad
ADVERTISEMENT
અમદાવાદમાં AMCના માસ ટેસ્ટિંગમાં વિસ્ફટક કેસ નોંધાઇ રહ્યા છે. એક જ અઠવાડિયા 632 કેસ વધ્યા છે. અમદાવાદ શહેરના કોરોના વોરિયર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. બે જ દિવસમાં શહેરના 60 ડૉક્ટરોને કોરોના થયો છે. જેમાં SVP, LG અને શારદાબેન હોસ્પિટલના તબીબો કોરોના સંક્રમિત થયા છે. સૌથી વધુ 24 તબીબ SVP હોસ્પિટલના છે. AMC દ્વારા તબીબોનું માસ સ્ક્રિનિંગ કરાયું છે. મહત્વનું છે કે, 2થી 10 સપ્ટેમ્બરથી સુધી 3620 એક્ટિવ કેસ નોંધાયા છે. શહેરમા રોજના 10,000 રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે.
ગુજરાત હાઈકોર્ટ 4 દિવસ બંધ
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટના 17 જેટલા કર્મચારીઓનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઇને ગુજરાત હાઈકોર્ટ 4 દિવસ 12થી 15 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. જાહેરહિતની અરજીઓ પર ઓનલાઈન સુનાવણી થશે.
કરાઈ એકેડમીમાં એક જ દિવસમાં કોરોનાના 30 કેસ
ADVERTISEMENT
ગઈકાલે કરાઈ એકેડમીમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા. નવનિયુક્ત LRD જવાનો, PIની તાલીમ ચાલી રહી છે. હજુપણ આવતીકાલે અન્ય જવાનોનું ચેકિંગ થશે. 450 LRD જવાનો, 96 PI હાલ તાલીમ લઈ રહ્યા છે.
શું છે અમદાવાદ અને રાજ્યની સ્થિતિ?
ADVERTISEMENT
અમદાવાદમાં કોરોનાનો કુલ આંક 33037 પર પહોંચ્યો છે. જેમાં હાલ 4138 એક્ટિવ કેસ, 1745 દર્દીઓના મોત, 27,154 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં કુલ કેસનો કુલ આંક 1,08,295 પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 82.01% પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16,328 છે. તો મૃત્યુઆંક 3152 પર પહોંચ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Price Update / ના હોય, ₹20,000 સુધી સોનું સસ્તું થઇ જશે? હોઇ શકે છે આ કારણ
ADVERTISEMENT