ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Ambalal Patel predicted unseasonal rains in Gujarat in full summer with thunderstorms

Video / આંધી-કરા સાથે ગુજરાતમાં ભર ઉનાળે પડશે માવઠું, શું કહે છે અંબાલાલ, જુઓ વીડિયો

Published By: Dinesh Chaudhary

Last Updated: 05:42 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 12થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતના 10થી 14 જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાન જેવો માહોલ જોવા મળશે. આ દિવસો દરમિયાન ગરમીમાં ઘટાડો જોવા મળશે

ADVERTISEMENT

ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. ગાજ વીજ- આંધી તોફાનને લઈ અંબાલાલ કહ્યું કે, 12થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતના અનેક ભાગમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેશે. પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 20 એપ્રિલ સુધી વાતાવરણમાં બદલવાની અસર જોવા મળશે. 12થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતના 10થી 14 જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાન જેવો માહોલ જોવા મળશે. આ દિવસો દરમિયાન ગરમીમાં ઘટાડો જોવા મળશે. 

 

વાંચવા જેવું: વિસાવદર બેઠકની પેટા ચૂંટણી થશે વિલંબિત, કારણ મામલો પહોંચ્યો હાઈકોર્ટ, જાણો વિવાદ

અંબાલાલ પટેલ કરી કમોસમી વરસાદની આગાહી

જ્યારે 20 એપ્રિલ બાદ ફરી રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરાઇ છે. 20 એપ્રિલથી વાદળો હટી જતાં તાપમાનો પારો ફરી 40 ડિગ્રી પાર જશે. જ્યારે 27 એપ્રિલે તાપમાન 43 ડિગ્રીને પાર જવાની આગાહી કરાઇ છે. તો ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જવાની આગાહી કરવામાં આવી છે. મોટાભાગે એપ્રિલ માસમાં વરસાદની શક્યતા જોવા મળતી નથી. જો કે અરબ સાગર પર જમા થયેલો ભેજ ગુજરાત તરફ ફંટાતા 3 દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે. જો કે વાદળાઓ હટી જવા બાદ ભારે ગરમીની શરૂઆત થશે. મધ્ય ગુજરાતમાં તાપમાન 27 એપ્રિલ બાદ 43 ડિગ્રીને પાર જશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જોવા મળશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Predictions gujarat wethar update unseasonal rain forecast અંબાલાલ પટેલની આગાહી કમોસમી વરસાદની આગાહી Ambalal Patel Predictions

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ