બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઉત્તરાયણમાં વાદળો સાથે રમશે પતંગો, અંબાલાલની નવી આગાહી! પડી જશે જલસો

આગાહી / ઉત્તરાયણમાં વાદળો સાથે રમશે પતંગો, અંબાલાલની નવી આગાહી! પડી જશે જલસો

Last Updated: 12:14 PM, 10 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યમાં ન્યૂનતમ તાપમાનમાં વધારો થશે.

રાજ્યમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવાાં આવી છે. તા. 14 થી 16 જાન્યુઆરી દરમ્યાન રાજ્યમાં ઠંડીથી રાહત મળશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાનમાં 20 ડિગ્રી થશે.

વાદળ હોવાથી ઠંડીમાં રાહત મળશેઃ અંબાલાલ

તેમજ રાજ્યમાં ધીમે ધીમે ઠંડીમાં રાહત મળશે. તેમજ ન્યૂનતમ તાપમાનમાં વધારો થશે. મહત્તમ તાપમાન 34 ડિગ્રીથી વધુ થઈ શકે છે. તેમજ 14 થી 18 જાન્યુઆરી દરમ્યાન રાજ્યમાં વાદળો રહેશે. તેમજ વાદળ હોવાથી ઠંડીમાં રાહત મળશે.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પક ધુમ્મસ છવાયું

ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજું ચાલુ હોવાથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઠંડી અને ધુમ્મસને લઈને હવાઈ મુસાફરી પર અસર થઈ છે. જેને કારણે ગુરુવારે 22 ફ્લાઇટના શિડયુલ ખોરવાયા હતા. જેમાં ખાસ કરીને દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ, મુંબઇ અને જયપુરની ફ્લાઇટ મોડી પડી હતી. આ તરફ ફ્લાઇટ મોડી પડતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

વધુ વાંચોઃ નણંદે બીજી જાતિમાં કર્યા લગ્ન, તો ભાભીએ ક્રૂરતા કહી આપ્યા તલાક, ગુજરાત હાઈકોર્ટે ફટકારી નોટિસ

પવનની ગતિ 5 થી 10 કિમી આસપાસની રહેશે

હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આગામી સમયમાં ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટતા ઠંડીનો અનુભવ થશે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે તાપમાન વધશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેશે. રાજ્યમાં પવનની ગતિ 5 થી 10 કિમી આસપાસની રહેશે. તેમજ ઉત્તરાયણનાં દિવસે ઠંડીનો અનુભવ થશે. તેમજ 14 જાન્યુઆરીનાં પ્રતિ કલાકે 10 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Meteorologist Ambalal Patel South Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ