બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Amazon shopping scandal erupts over Pulwama attack

મોટો ખુલાસો / પુલવામા હુમલામાં વપરાયેલ રાસાયણિક પદાર્થ એમેઝોન પરથી ખરીદવામાં આવ્યો હતો, દેશદ્રોહનો કેસ દાખલ કરો: CAIT

Ronak

Last Updated: 02:28 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુલવામા હુમલામાં જે રાસાયણિક પદાર્થ વપરાયો હતો તે પદાર્થને એમેઝોન પરથી મંગાવામાં આવ્યો હતો તેનો CAIT દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. સાથેજ એમેઝોન સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવાની પણ કૈટ દ્વારા માગ કરવામાં આવી છે.

  • એમેઝોન ઓનલાઈન શોપિંગ સાઈટ વિવાદોમાં 
  • પુલવામાં હુમલાને લઈને CAITનો ચોંકાવનારો ખુલાસો 
  • એમેઝોન સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવા CAITએ કરી માગ 

કન્ફેડરેશન ઓફ ઈંડિયા ટ્રેડર્સ એટલે કે કૈટ (CAIT) દ્વારા દિગ્ગજ ઈ કોમર્સ કંપની અમેઝોન પર ગંભીર આરોપો લગાવામાં આવ્યા છે. જેમા કૈટ દ્વારા કહેવામાં આવ્યું છે એમેઝોન પર ગાંજા જેવા પદાર્થનું વેચાણ કોઈ માોટી વાત નથી. સાથેજ કૈટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2019માં જ્યારે પુલવામાં હુમલો થયો ત્યારે તે હુમલામાં જે રસાયણનો ઉપયોગ બોમ્બ બનાવા થયો હતો. તે રસાયણને પણ એમેઝોનની વેબસાઈટ પરથી ખરીદવામાં આવ્યું હતું. 

40 જવાનો થયા હતા શહિદ 

2019માં કાશ્મીરના પુલાવામામાં જે આતંકી હુમલો થયો હતો તેમા 40 સીઆરપીએફના જવાનોના મોત થયા હતા. આ મામલે તપાસ એજન્સીઓ દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી . કે જે રસાયણ આતંકીઓએ બોમ્બમાં યુઝ કર્યું હતું તે રસાયણને આરોપીઓએ એમેઝોન પરથી મંગાવ્યું હતું. જોકે બાદમાં તપાસ એજન્સીઓ દ્વારા એમેઝોનની મદદ લઈનેજ બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. 

એમેઝોન પરથી સામાન મંગાવામાં આવ્યો 

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરકિયા અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે એનઆઈએ તરફથી જ્યારે બે વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેમણે સ્વીકાર કર્યો હતો કે તેમણે એમેઝોન દ્વારા બેટરી, આઈઈડી અને અન્ય સામાન ખરીદ્યો હતો. આ હુમલામાં અમોનિયમ નાઈટ્રેટ સાથેજ નાઈટ્રોગ્વલિસરીનો પ્રયોગ કરીને બોમ્બ બનાવામાં આવ્યો હતો. 

2011માં એમોનિયમ નાઈટ્રેટ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો 

અમોનિયમ નાઈટ્ટેટ ધણી સરળતાથી લોકો ઓનલાઈન માધ્યમે ખરીદી શકે છે. પરંતું ખરેખરમાં તે પ્રતિબંધિત પદાર્થ છે. સાથેજ તેનો ઉપયોગ દેશની વિરુદ્ધમાં કરવામાં આવ્યો હતો. જેથી આ મામલે એમેઝોન સામે દેશદ્રોહનો કેસ લાગવો જોઈએ તેવું CAIT દ્વારા કહેવામાં આવ્યું છે. 2011માં એમોનિયમ નાઈટ્રેટ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો. કારણકે 2006માં વારાણસી અને 2008માં દિલ્હીમાં જે બ્લાસ્ટ થયા તેમા એમોનિયમ નાઈટ્રેટ યુઝ કરવામાં આવ્યું હતું. 

ઈ-કોમર્સ સાઈટ માટે કાયદો બનાવાની માગ 

ઉલ્લેખનીય છે કે કૈટ દ્વારા 2016માં ઈ-કોમર્સ પ્લેફોર્મને લઈને યોગ્ય કાયદો બનાવાની માગ કરવામાં આવી હતી. જોકે આ મામલે હજુ સુધી કોઈ ખાસ પગલા લેવામાં નથી આવ્યા. જેને લઈને હવે કૈટ દ્વરા યોગ્ય પગલા લેવા માટે ફરી માગ કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Controversy Pulwama Attack amazon એમેઝોન પુલવામાં હુમલો મોટો ખુલાસો Amazon controvercy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ