ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કાઉન્ટડાઉન શરૂ, Amazon અને Flipkart પર ટૂંક સમયમાં શરૂ થશે મોટી સેલ, 80% સુધીના ડિસ્કાઉન્ટ અને બમ્પર બચતની તક

photo-story

6 ફોટો ગેલેરી

Amazon-Flipkart Sale / કાઉન્ટડાઉન શરૂ, Amazon અને Flipkart પર ટૂંક સમયમાં શરૂ થશે મોટી સેલ, 80% સુધીના ડિસ્કાઉન્ટ અને બમ્પર બચતની તક

Last Updated: 09:49 AM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઓનલાઈન શોપિંગ કરનારાઓ માટે દિવાળી પહેલા મોટી તક આવી રહી છે. Amazon અને Flipkartની ફેસ્ટિવ સેલમાં સ્માર્ટફોનથી લઈને ગેજેટ્સ, મોબાઇલ એસેસરીઝ અને હોમ એપ્લાયન્સિસ સુધીની ખરીદી પર અનેક ઓફર્સ જોવા મળશે.

1/6

photoStories-logo

1. 8 ઓક્ટોબરથી શરૂ થશે મોટો સેલ

Amazonની Great Indian Festival 2026 સેલ 8 ઓક્ટોબર એટલે કે આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે. આ સેલમાં સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી, હોમ અને કિચન સહિત અનેક કેટેગરીમાં ઓફર્સ મળશે. Prime મેમ્બર્સ માટે વધારાના લાભ પણ ઉપલબ્ધ રહેશે. Flipkartની Big Billion Days સેલમાં પણ 8 ઓક્ટોબરથી ખાસ મેમ્બર્સ માટે વહેલી ઍક્સેસ શરૂ થશે. સામાન્ય ગ્રાહકો માટે સેલનો મુખ્ય તબક્કો ત્યારબાદ શરૂ થશે. એટલે જો કોઈને દિવાળી પહેલા મોબાઇલ, લેપટોપ કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ ખરીદવાની યોજના હોય તો આ સેલ પર નજર રાખવી ફાયદાકારક બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સ્માર્ટફોનથી લઈને ગેજેટ્સ સુધી બમ્પર ડીલ

આ સેલમાં સૌથી વધુ નજર સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ પર રહેશે. વિવિધ બ્રાન્ડના મોબાઇલ ઉપરાંત લેપટોપ, ટીવી, સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ અને અન્ય ગેજેટ્સ પર પણ ઓફર્સ આપવામાં આવી રહી છે. Amazonની સત્તાવાર માહિતી પ્રમાણે સ્માર્ટફોન અને એસેસરીઝની કેટલીક કેટેગરીમાં 40 ટકા સુધીની છૂટ જોવા મળશે. ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને અનેક પ્રોડક્ટ્સ પર એક્સચેન્જ અને નો-કોસ્ટ EMI જેવા વિકલ્પો પણ ઉપલબ્ધ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. iPhone 17 પર મોટી બચતની તક

Flipkartની સેલમાં iPhone 17 પણ ખાસ આકર્ષણ બની શકે છે. સેલ દરમિયાન ઓફર્સ સાથે આ ફોનની કિંમત આશરે 79,999 રૂપિયા સુધી જવાની વાત છે. જોકે અંતિમ કિંમત બેન્ક ઓફર, કૂપન અથવા અન્ય શરતો પ્રમાણે બદલાઈ શકે છે.iPhone 17ને શરૂઆતમાં ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો અને બાદમાં તેની કિંમતમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં સેલ દરમિયાન મળતી અસરકારક કિંમત ગ્રાહકો માટે આકર્ષક બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. Samsung Galaxy S25 Ultra પર પણ નજર

Amazonની સેલમાં Samsungના પ્રીમિયમ સ્માર્ટફોન પર પણ ખાસ ડીલ જોવા મળશે. Samsung Galaxy S25 Ultra 5Gને સેલ દરમિયાન આશરે 84,999 રૂપિયામાં ખરીદવાની તક મળી શકે છે, જ્યારે તેની હાલની લિસ્ટેડ કિંમત 99,999 રૂપિયા સુધી છે.ફ્લેગશિપ ફોન ખરીદવાનું આયોજન કરી રહેલા ગ્રાહકો માટે આ ડીલ ખાસ બની શકે છે. જોકે સેલની અંતિમ કિંમત અને ઉપલબ્ધતા સ્ટોરેજ વેરિઅન્ટ તથા લાગુ પડતી ઓફર્સ પ્રમાણે બદલાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મોબાઇલ એસેસરીઝ પણ સસ્તામાં મળશે

ફક્ત સ્માર્ટફોન જ નહીં પરંતુ મોબાઇલ સાથે ઉપયોગમાં આવતી એસેસરીઝ પર પણ સારી બચતની તક રહેશે. ચાર્જર, પાવર બેન્ક, TWS ઇયરબડ્સ, ચાર્જિંગ કેબલ અને અન્ય મોબાઇલ એક્સેસરીઝ પર ડિસ્કાઉન્ટ મળી શકે છે.જૂના ચાર્જર કે કેબલ બદલવાનો હોય અથવા નવા ફોન સાથે એસેસરીઝ લેવાની હોય તો સેલ દરમિયાન કોમ્બો અને ડિસ્કાઉન્ટ ઓફર્સ તપાસી શકાય છે. આ ઉપરાંત અન્ય ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં પણ ફેસ્ટિવ ડીલ્સ ઉપલબ્ધ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. બેન્ક ઓફરથી વધશે બચત

Amazon અને Flipkart બંનેની સેલમાં બેન્ક ઓફર પણ ગ્રાહકો માટે મહત્વની રહેશે. પાત્ર બેન્ક કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. Amazonની સત્તાવાર માહિતી પ્રમાણે SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તેમજ EMI ટ્રાન્ઝેક્શન પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટની ઓફર છે.આ ઉપરાંત કેટલાક પ્રોડક્ટ પર એક્સચેન્જ ઓફર, નો-કોસ્ટ EMI અને કૂપન ડિસ્કાઉન્ટનો લાભ પણ મળી શકે છે. તેથી કોઈ પણ મોંઘી વસ્તુ ખરીદતા પહેલા પ્રોડક્ટની સેલ કિંમત સાથે બેન્ક ઓફર અને એક્સચેન્જ લાભ પણ તપાસવો ફાયદાકારક રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Big Billion Days Great Indian Festival Amazon Flipkart Sale 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ