ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / aloe vera selling market for Gujarati Farmer

ખેતી વાડી / એલોવેરાની ખેતી કરો છો? તો અહીં છે મોટુ માર્કેટ, કમાણી થશે લાખોમાં

Published By: Gayatri

Last Updated: 06:21 PM, 10 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલોવેરાની ખેતી કરીને કમાણીતો મબલખ થાય પણ કેવી રીતે? ખેડૂત મિત્રો દ્વારા પ્રશ્ન પૂછાયા હતા કે, એલોવેરાનું માર્કેટ ક્યાં? તો રાષ્ટ્રીય, આતંરાષ્ટ્રીય અને સ્થાનિક કંપનીઓમાં તમે જ્યારે એલોવેરાની વાવણી કરો એ પહેલા જ ઉતરનારા પાક માટે ડાયરેક્ટ ડિલ કરી શકો છો. આ રહી માહિતી.

ADVERTISEMENT

  • જાણીતી કંપનીઓ સાથે ખેડૂતો પાક ઉગાડતા પહેલાંજ કોન્ટ્રાક્ટ કરી શકે છે
  • યુરોપીયન દેશોમાં મેડિકલી એલોવેરા જ્યુસનું મહત્વ વધી રહ્યું છે
  • આંતરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ખેડૂત સીધા કરાર કરી શકે છે

એલોવેરાની ખેતી અંગે અગાઉ વાત કરી તો સાવ ઓછા બજેટની આ ખેતીનું ઉત્પાદન એકદમ સરસ આવે તો એ વેચવું ક્યાં? એવા પ્રશ્નો કેટલાક ખેડૂત મિત્રો દ્વારા કરવામાં આવ્યા હતા જેના જવાબમાં આજે કેટલીક કંપનીઓના નામ અને માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂત મિત્રોને આ માહિતી જરૂરથી કામ આવશે. 

ઉત્પાદન મામલે એલોવેરા છે અવ્વલ

કમર્શિયલી એલોવેરાની ખેતીની વાત કરીએ તો વાવણીના બીજા વર્ષે  હેક્ટર દિઠ સરેરાશ 15થી 20 ટન તાજા એલોવેરાનું ઉત્પાદન થાય છે. આતંરાષ્ટ્રીય કક્ષાએ કુંવારપાઠાની ખુબ ડિમાન્ડ છે. ત્યારે હાલ ઉભા થઈ રહેલા આતંરાષ્ટ્રીય માર્કેટમાં ખેડૂતોને ઓછા બજેટની આ ખેતી લાભ અપાવી શકે તેમ છે.      

એલોવેરાનું અબજોનું છે માર્કેટ

એલોવેરા મેડિસીન અને કોસ્મેટિક બંને રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. કુંવરપાઠાનું મોટા ભાગનું માર્કેટ ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપમાં છે. 2017માં ભારતીય એલોવેરાનું માર્કેટ 23.72 મિલિયન ડોલરનું હતુ. જે 2018થી 2013 સુધીમાં 38.68 મિલિયન ડોલરનું થઈ જશે. લોકો હવે પોતાની તંદુરસ્તી માટે નેચરલ પ્રોડક્ટ તરફ વળી રહ્યા છે તેમાં એલોવેરા જેલનું એક મોટુ માર્કેટ ઉભુ થઈ રહ્યુ છે. 

નીચેની જાણીતી કંપનીઓ સાથે ખેડૂતો પાક ઉગાડતા પહેલાંજ કોન્ટ્રાક્ટ કરી શકે છે. 

ભારતીય કંપનીઓ

  • પતંજલિ આયુર્વેદ લિમિટેડ
  • વિટ્રોમેડ હેલ્થ કેર
  • રટ્ટન ઓર્ગેનિક ફૂડ પ્રાઈવેટ લિમિટેડ
  • શ્રી બૈદ્યનાથ આર્યુવેદ ભવન પ્રાઈવેટ લિમિટેડ
  • બ્રાઈટ લાઈફકેર પ્રાઈવેટ લિમિટેડ
  • એક્સિમો આયુર્વેદ
  • બોટનિકા ઈન્ડિયા
  • કપીવા આયુર્વેદ
  • નરીશ વિટલાસ
  • કામા આયુર્વેદિક  

આંતરાષ્ટ્રીય ક્ષેત્રે ડિમાન્ડ

યુરોપીયન દેશોમાં મેડિકલી એલોવેરા જ્યુસનું મહત્વ વધી રહ્યું છે. વળી એલોવેરાનો ઉપયોગ કોસ્મેટીક આઈટમોમાં થતો હોવાને કારણે પણ તેની માંગ વધી રહી છે. વળી ત્યાંના સુપર માર્કેટની પ્રખ્યાત ચેન પણ સીધુ ખેડૂતો સાથે જોડાણ કરીને એલોવેરા ખરીદે છે. 
 
આંતરાષ્ટ્રીય કંપનીઓ

  • વૈશ્વિક લેવલની એલોવેરા ખરીદથી કંપનીઓ
  • ઓકેએફ કોર્પોરેશન
  • એએલઓ ડ્રિંક્સ
  • કેયુમકંગ બી એન્ડ એફ કો. લિમિટેડ
  • લોટે ચિલસંગ બેવરેજ કો, લિમિટેડ
  • તુલીપ ઈન્ટરનેશનલ ઈન.
  • મેડિકેપ્સ લિમિટેડ
  • એલો ફાર્મસ
  • ફોરેવર લીવિંગ પ્રોડક્ટસ
  • હૂસી ગ્લોબલ
  • એએમબી વેલનેસ 

આલેખનઃ Gayatri Joshi

સંકળાયેલા મુદ્દાઓ

Aloe Vera Patanjali agro News એલોવેરા ખેતી પંતજલિ Agro News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ