બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / all public programs of Chief Minister Bhupendra Patel have been canceled, a decision has been taken to increase the number of cases in the state.

નિર્ણય / ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને CMનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, બાદમાં જિલ્લા કલેક્ટરો સાથે કરી બેઠક

ParthB

Last Updated: 01:11 PM, 7 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરી નાખ્યા છે.

  • મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમો રદ
  • 15 જાન્યુઆરી સુધીના તમામ કાર્યક્રમ રદ
  • કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ કાર્યક્રમો રદ કર્યા 

ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરી નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સરકારે વાયબ્રન્ટ સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.તથા અમદાવાદ મનપા દ્વારા પણ ફલાવર શો તથા પતંગોત્સવ સહિતના જાહેર કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.

 મુખ્યમંત્રીએ 8 જિલ્લાના કલેકટર સાથે બેઠક કરી  

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈને મુખ્યમંત્રી તાબતોબ 8 જિલ્લાના કલેકટર સાથે CMની બેઠક કરી હતી. આ બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. જેમાં કોરોના સંક્રમણને રોકવા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી  હતી. 

સાડાચાર મહિના પછી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ

રાજ્યમાં કોરોના સંક્રમણને પગલે સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું છે. હવે વર્ચ્યુઅલ સુનાવણી થશે. સોમવારથી કોર્ટ કેમ્પસમાં સ્ટાફ સિવાયના લોકોનો પ્રવેશબંધી કરવામાં આવશે. આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે. વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમ્યાન જાહેર થશે.

સરકારે વાઇબ્રન્ટ સમિટ, ફલાવર શો અને પતંગોત્સવ પણ મોકૂફ 

ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતાં આખરે રાજ્ય સરકારે 6 જાન્યુઆરીએ આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો, સાથે જ અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શો તથા પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી પ્રતિનિધિમંડળો આવવાના હતા. જોકે ગુજરાત સહિત દેશ તથા દુનિયાભરમાં પણ સંક્રમણ વ્યાપક બનતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

 
14346 એક્ટિવ કેસ અને 29 દર્દી વેન્ટિલેટર પર

રાજ્યમાં અત્યારસુધીમાં 8 લાખ 44 હજાર 856ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 127 છે. તેમજ અત્યારસુધીમાં 8 લાખ 20 હજાર 383 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14346 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 14317 દર્દીની હાલત સ્થિર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel chief minister gujarat કોરોના વાયરસ ગુજરાતી ન્યૂઝ ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી corono virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ