બ્રેકિંગ ન્યુઝ
VTV / all people above 18 years of age can get covid 19 vaccine know here about process
ADVERTISEMENT
કેન્દ્રએ સોમવારે કહ્યું છે કે 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોને પણ વેક્સીન આપવામાં આવશે. કોરોનાની બીજી લહેરને રોકવા માટે આ ખાસ પગલું લેવાયું છે. સરકારે વેક્સીનેશન અભિયાનમાં ઢીલ દેખાડતા રાજ્યો, પ્રાઈવેટ હોસ્પિટલ અને ઓધ્યોગિક સંસ્થાને સીધા વેક્સીન નિર્માતા પાસેથી ડોઝ ખરીદવાની પરમિશન પણ આપી દીધી છે.
ADVERTISEMENT

આવતા મહિનાથી શરૂ થશે 18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સીનેશન
આવતા મહિનાથી શરૂ થનારા વેક્સીનેશન અભિયાનના ત્રીજા તબક્કામાં કેન્દ્રીય ઔષધિ પ્રયોગશાળામાં દર મહિને 50 ટકા ડોઝની આપૂર્તિ સરકારને કરાશે અને અન્ય 50 ટકા ડોઝ રાજ્ય સરકારો, બજારમાં વેચવા માટે સ્વતંત્ર રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદન અનુસાર વેક્સીન ઉત્પાદકોના રાજ્ય સરકાર અને ખુલ્લા બજારમાં મળનારી 50 ટકા ડોઝની વેક્સીનની કિંમત 1 મે 2021 પહેલા જાહેર કરવાની રહેશે.
ADVERTISEMENT

કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન
જો તમે 1 મે 2021થી 18 વર્ષથી ઉપરના છો તો વેક્સીનેશન માટે સૌ પહેલા તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. કોવિન આરોગ્ય સેતુ એપની મદદથી રજિસ્ટ્રેશન થઈ શકે છે. તેની સાથે જ ઓનસાઈટ રજિસ્ટ્રેશન એટલે કે હોસ્પિટલ અને વેક્સીનેશન કેન્દ્રો પર પણ રજિસ્ટ્રેશનની સુવિધા મળી રહે છે. રજિસ્ટ્રેશનને માટે તમારી પાસે યોગ્ય ઓળખપત્ર જરૂરી રહે છે જેમાં આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ કે વોટર આઈડી કાર્ડને સામેલ કરાયા છે. વેક્સીનેશન માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. વ્યક્તિ દરેક પ્રક્રિયાના માધ્યમથી મોબાઈલ નંબરની મદદથી કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરી શકે છે. પહેલા કોવિન એપ્લીકેશનનો ઉપયોગ કરો અથવા www.cowin.gov.in પર લોગઈન કરો અને મોબાઈલ નંબર નાંખો. અહીં એકાઉન્ટ બનાવવા માટે ઓટીપી મળશે. તેને ભરો અને સાથે જ વેરિફાઈ બટન પર ક્લિક કરો. આ પછી તમે વેક્સીનેશનના રજિસ્ટ્રેશનની સાથે જોડાયેલા પેજ પર રીડાયરેક્ટ થશો. અહીં ફોટો આઈડી પ્રૂફ જરૂરી રહેશે. આ સાથે નામ, ઉંમર, લિંગની જાણકારી ભરીને આઈડી પ્રૂફ પસંદ કરો અને તેને અપલોડ કરો. રજિસ્ટ્રેશનની તમામ જાણકારી ભર્યા બાદ રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કરો.
બસ આ પ્રક્રિયા પૂરી કરતાની સાથે જ તમે વેક્સીનેશન માટે રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છો તે યોગ્ય ગણાશે. પછી તમે તમને જે તારીખ આપવામાં આવે ત્યારે વેક્સીનેશન સેન્ટર પર જઈને વેક્સીન લગાવડાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.