વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ધોરણ 10ના પરિણામની તમામ તારીખો ખોટીઃ બોર્ડ

By : hiren joshi 12:52 PM, 21 May 2018 | Updated : 12:52 PM, 21 May 2018
ગાંધીનગરઃ સોશિયલ મીડિયા પર ધોરણ-10ના પરિણામની તારીખો વાયરલ થતાં બોર્ડે સ્પષ્ટતા કરી છે. બોર્ડ દ્વારા એકપણ તારીખ જાહેર ન કરાઈ હોવાની સ્પષ્ટતા કરાઈ છે. 23મે પરીક્ષા સમિતીની બેઠક મળશે. બેઠક યોજાયા બાદ સાચી તારીખ જાહેર કરાશે. 

પાંચ પ્રકારની પ્રક્રિયા બાદ માર્કશીટ બનતી હોય છે. માર્કશીટ તૈયાર થયા પછી જ તારીખ જાહેર કરાતી હોય છે. પરિણામના ત્રણ દિવસ પહેલા તારીખ જાહેર કરાતી હોય છે. અને પરિણામની તારીખોને લઇને વાલીઓ ગેરમાન્યતામાં ન આવે તેવી અપીલ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થયા હતા કે, ધોરણ 10નું પરિણામ તારીખ 2 જૂનના રોજ જાહેર થશે. અને પરિણામ 28થી 31 તારીખની વચ્ચે જાહેર કરવામાં આવી શકે છે. તેવા પણ સમાચારો વહેતા થયા હતા. પરંતુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ તમામ તારીખો ખોટી છે. હજુ સુધી કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી. 23મે ના રોજ પરીક્ષા સમિતીની બેઠક યોજાશે. ત્યારબાદ પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવશે. આમ, હજુ સુધી ધોરણ 10ના પરિણામને લઇને કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી.Recent Story

Popular Story