બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / All 19 accused including Vipul Chaudhary declared guilty, important verdict of Mehsana Chief Court

BIG BREAKING / 'સાગર દાણ' કૌભાંડઃ વિપુલ ચૌધરી સહિત તમામ 15 આરોપીઓને 7 વર્ષની સજા, મહેસાણા ચીફ કોર્ટેનો મોટો ચુકાદો

Malay

Last Updated: 01:11 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા ચીફ કોર્ટે દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરીને 7 વર્ષની સજા ફટકારી છે.

  • દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલો 
  • વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓ દોષિત જાહેર
  • મહેસાણા ચીફ કોર્ટે સંભળાવ્યો ચુકાદો

મહેસાણાની દૂધસાગર ડેરીમાં સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરીને મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણા ચીફ કોર્ટે સાગર દાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને દોષિત જાહેર કર્યા છે.જે બાદ કોર્ટે તમામને 7 વર્ષની સજા ફટકારી છે.

22.50 કરોડનું સાગરદાણ મોકલ્યું હતું મહારાષ્ટ્ર
દૂધસાગર ડેરીમાંથી વર્ષ 2013માં 22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યું હતું. જે બાદ કુલ 22 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. 22 આરોપીઓમાંથી 3 આરોપીઓના મૃત્યુ  થઈ ચૂક્યા છે. જ્યારે કૌભાંડ કેસમાં સંડોવાયેલા 4 કર્મચારીઓને દોષમુક્ત જાહેર કરાયા છે. 15 ઓરોપીઓને દોષિત જાહેર કરાયા છે.

શું છે મામલો?
મહારાષ્ટ્રમાં દૂધસાગર ડેરીમાંથી સાગર દાણ મોકલાયું હતું. કોઇપણ મંજૂરી વિના સાગર દાણ મહારાષ્ટ્ર મોકલાયું હતું. જેને પગલે ડેરીને રૂપિયા 22.50 કરોડનું નુકસાન થયું હતું. તત્કાલિન કૃષિમંત્રી શરદ પવારને રિઝવવા સાગરદાણ મોકલાયું હોવાનો આક્ષેપ છે. 

ભાજપથી નારાજ દૂધસાગર ડેરીના વિપુલ ચૌધરી કોંગ્રેસમાં જશે | Dudhsagar Dairy Vipul  Chaudhary Congress bjp mehsana
વિપુલ ચૌધરી

વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનવાની ઇચ્છા હતી. જેને પગલે એ વખતના કૃષિમંત્રી શરદ પવારને રિઝવવા માટે સાગરદાણ મોકલાયું હોવાના આક્ષેપ થયા હતા. મહારાષ્ટ્રમાં દુકાળનું કારણ આગળ ધરીને દૂધ સાગર ડેરીમાંથી મહારાષ્ટ્રની મહાનંદાડેરીને સાગરદાણ મોકલાયું હતું, આ અંગે કોઈપણ જાતની મંજૂરી લેવામાં આવી ન હતી. GMMFCની મંજૂરી વિના જ સાગરદાણ મોકલાયું હતું. 

ચૂંટણી લડી વિપુલ ચૌધરી ડેરીના બન્યા હતા ચેરમેન
સાગરદાણ મોકલવા અંગે 17 ઓગસ્ટ 2018ના રોજ વિપુલ ચૌધરીને જવાબદાર ઠેરવાયા હતા. જે બાદ 30 દિવસમાં વિપુલ ચૌધરીને રકમ પરત કરવા આદેશ કરાયો હતો. સાથે જ વિપુલ ચૌધરીને ડેરીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ હોવા છતાં વિપુલ ચૌધરી ડેરીની ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી લડી વિપુલ ચૌધરી ડેરીના ચેરમેન બન્યા હતા

મહેસાણાની દૂધસાગર ડેરી દેશના આ રાજ્યોમાં વધારશે કારોબાર, જાણો ડેરીના આ  પ્રોડક્ટની ડિમાન્ડ વધી | Mehsana's Dudhsagar Dairy will increase business  in these states of the ...

ભાજપમાં હતા ત્યારે GMMFCના ચેરમેન પણ બન્યા હતા
ચેરમેન બન્યા બાદ હાઇકોર્ટના આદેશથી બરતરફ કરાયા હતા. વિપુલ ચૌધરી રાજપાની સરકારમાં ગૃહમંત્રી હતા. વિપુલ ચૌધરી ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ભાજપમાં હતા ત્યારે GMMFCના ચેરમેન પણ બન્યા હતા

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ