બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / alia bhatt becomes only indian in top 5 Instagram influencers among the world along with will smith

ખુશી બમણી / દુનિયાનાં ટોપ 5 ઇન્સ્ટા ઇન્ફ્લુએન્સર્સમાં સામેલ એકમાત્ર ભારતીય બની આલીયા, હોલીવુડની આ અભિનેત્રીઓને પાછળ છોડી

Published By: Mayur

Last Updated: 05:42 PM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૉલીવુડ અભિનેત્રી Alia Bhatt ની ખુશીઓમાં વધારો થાય એવા સમાચાર આવ્યા છે. રણબીર સાથે લગ્ન બાદ હવે instagram influencers list માં ટોપ 5 સામેલ થનાર એકમાત્ર ભારતીય બની ગઈ છે.

  • આલિયા ભટ્ટ માટે વધુ એક સારા સમાચાર 
  • ટોપ 5 ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટીમાં મળ્યું સ્થાન 
  • આ સ્ટેટ્સ મેળવનાર એકમાત્ર બૉલીવુડ અભિનેત્રી 

બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) ને લઈને એક સારા સમાચાર આવ્યા છે. હાલમાં જ ટોપ 5 ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી (Top-5 Instagram Celebrity)ની યાદી જાહેર થઈ છે જેમાં એકમાત્ર ભારતીય અભિનેત્રીને સ્થાન મળ્યું છે તેમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય અભિનેત્રી આલિયા ભટ્ટ બની ગઈ છે. 

અમેરિકન અભિનેત્રી અને ગાયિકા ઝેન્ડાયા ટોપ ઇન્ફ્લુએન્સર (Celebrity Influencer) ની યાદીમાં (Zendaya) ટોચ પર છે, જ્યારે હોલીવુડ અભિનેતા ટોમ હોલેન્ડ (Tom Holland) બીજા અને તાજેતરમાં વિવાદોમાં ફસાયેલ અભિનેતા વિલ સ્મિથ (Will Smith) ત્રીજા સ્થાને છે.

મહત્વનું છે કે આ લિસ્ટમાં હોલિવૂડ અભિનેત્રી જેનિફર લોપેઝ (Jennifer Lopez)ને પછાડીને આલિયા ભટ્ટ (Alia Bhatt) ચોથા સ્થાને આવી ગઈ છે, અને જેનિફર લોપેઝ હાલ પાંચમા સ્થાને છે. આલિયા બોલિવૂડની પહેલી એવી સ્ટાર છે જેણે આ સ્ટેટ્સ મેળવ્યું હોય. તાજેતરમાં જ તેના લગ્ન લાંબા સમયના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે થયા છે અને તેના માટે હમણાં ખુશીના દિવસો ચાલી રહ્યા છે. 

 

તાજેતરમાં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા 
આલિયા ભટ્ટે 14 એપ્રિલે રણબીર કપૂર (Ranbir Kapoor) સાથે લગ્ન કર્યા હતા. બંને સ્ટાર્સે ખૂબ જ સાદગી સાથે ઘરમેળે લગ્ન કર્યા હતા. તેઓના  લગ્નની ચર્ચા આખા બોલિવૂડમાં થઈ હતી. ત્યારે લગ્નની ખુશી મનાવી રહેલી આલિયાના જીવનમાં વધુ એક ખુશી સામેલ થઇ ગઇ છે. આલિયા ભટ્ટ ઇન્સ્ટાગ્રામ પર સિનેમાની દુનિયાના ટોચના 5 ઇન્ફ્લુએન્સર્સમાં સ્થાન બનાવવામાં સફળ રહી છે. એટલું જ નહીં આ યાદીમાં સ્થાન મેળવનારી તે એકમાત્ર ભારતીય અભિનેત્રી છે.

ઉલ્લેખનિય છે કે, આલિયા ભટ્ટે વર્ષ 2012માં કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર'થી અભિનયની શરૂઆત કરી હતી. ધીમે-ધીમે આલિયાએ અલગ-અલગ જોનરની ફિલ્મો કરીને પોતાની આગવી ઓળખ બૉલીવુડમાં બનાવી દીધી છે.

 

Heat Of Stone -હોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે આલિયા 

અત્રે ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ સ્પાય થ્રિલર 'હીટ ઓફ સ્ટોન'થી હોલીવુડમાં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે. આ સાથે હવે તે પણ ગ્લોબલ સ્ટાર બની ગઈ છે.  આલિયા ભટ્ટે હજુ સુધી હોલીવુડમાં પગ પણ મુક્યો નથી અને તેણે હોલીવુડની પોપ્યુલર સ્ટાર જેનિફર લોપેઝને પાછળ છોડી દીધી છે. દેખીતી રીતે તેની આ લોકપ્રિયતાનો ફાયદો તેને હોલીવુડ ડેબ્યૂમાં પણ મળશે જ. 

આલિયા ભટ્ટ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. આ સિવાય ફિલ્મો અને એન્ડોર્સમેન્ટની પણ તેની પાસે ભરમાર છે જેના પરથી આલિયાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે. 

નજીકના સમયમાં રીલીઝ થવા જઈ રહેલી તેની પતિ રણબીર કપૂર સાથેની ફિલ્મ બ્રહ્માસ્ત્રની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Alia Bhatt Bollywood Gujarati News instagram influencers આલિયા ભટ્ટ alia bhatt instagram influencers list

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ