બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay Kumar trolled for dancing shirtless with Mouni Roy-Sonam Bajwa

VIDEO / શર્ટલેસ થઇને ડાન્સ કરવા બદલ અક્ષય કુમાર થયો ટ્રોલ, લોકોએ કહ્યું 'અંકલ થોડી તો શરમ કરો..'

Megha

Last Updated: 01:17 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સોનમ બાજવા અને મૌની રોય સાથે અમેરિકામાં તેમની વર્લ્ડ ટૂર 'ધ એન્ટરટેઈનર્સ' દરમિયાન સ્ટેજ પર શર્ટલેસ થઈ ડાન્સ કરી રહ્યો છે

  • અક્ષય કુમારની બેક ટુ બેક ઘણી ફિલ્મો ફ્લોપ રહી છે
  • અક્ષય કુમારનો શર્ટલેસ ડાન્સ વીડિયો થયો વાયરલ
  • અક્ષય કુમારને ટ્રોલ કરતા યુઝર્સ કહી આવી વાતો 

અક્ષય કુમાર બોલિવૂડના પસંદિતા સ્ટાર્સમાંથી એક છે અને ખેલાડી કુમાર તેના પાવર-પેક્ડ પર્ફોર્મન્સથી દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડતા નથી. જો કે લાંબા સમયથી અક્ષય કુમારની બેક ટુ બેક ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. એવામાં આ બધા વચ્ચે અક્ષય કુમાર ફરી ટ્રોલ થઈ રહ્યો છે. 

જણાવી દઈએ કે તાજેતરમાં અક્ષય કુમારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સોનમ બાજવા અને મૌની રોય સાથે અમેરિકામાં તેમની વર્લ્ડ ટૂર 'ધ એન્ટરટેઈનર્સ' દરમિયાન સ્ટેજ પર શર્ટલેસ ડાન્સ કરી રહ્યો છે. આ વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે જેને જોઇનએ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. જોકે ખેલાડી કુમારના ચાહકોએ તેને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.

અક્ષય કુમારનો શર્ટલેસ ડાન્સ વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એ વીડિયોમાં અક્ષય કુમાર મૌની રોય અને સોનમ બાજવા સાથે સ્ટેજ પર શર્ટલેસ ડાન્સ કરી રહ્યો છે. વીડિયોમાં જોવા મળ્યું છે કે અક્ષય કુમાર તેની ફિલ્મ 'ખિલાડી 786'ના ગીત 'બલમા' પર ડાન્સ કર્યો હતો અને આ વીડિયોવાયરલ થતા જ નેટીઝન્સે એક્ટરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે એ સામે કેટલાક ચાહકો આ ઉંમરે અક્ષયના ફિટનેસની પ્રશંસા પણ કરી રહ્યા છે. 

અક્ષય કુમારને ટ્રોલ કરતા યુઝર્સ કહી આવી વાતો 
એક ટ્વિટર યુઝરે વિડિયો શેર કર્યો અને લખ્યું, “59 યો શર્ટલેસ અંકલને 23-24 વર્ષની છોકરીઓ સાથે ડાન્સ કરે છે અને સારું દેખાવવા માટે વિચિત્ર સ્ટેપ્સ કરી રહ્યા છે. " જ્યારે એકે લખ્યું હતું કે, 'કાકા, થોડી શરમ તો રાખો. બીજાએ લખ્યું, "આ ભારતીય સંસ્કૃતિ નથી, આ કેનેડિયન સંસ્કૃતિ છે.

અક્ષય કુમારનું વર્ક ફ્રન્ટ
જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર હાલ ઘણી ફિલ્મો કરી રહ્યો છે અને હાલમાં ટાઈગર શ્રોફ સાથે બડે મિયાં છોટે મિયાં અને પરેશ રાવલ-સુનીલ શેટ્ટી સાથે હેરા ફેરી 3 ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય અભિનેતાની પાસે ઘણા બીજા પ્રોજેક્ટ્સ પણ પડ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ