બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay Kumar replied to trollers on the issue of advertisement on pan masala, said stop fake news if this shooting..

બોલિવૂડ / પાન મસાલા પર જાહેરાત મુદ્દે અક્ષય કુમારે ટ્રોલર્સને આપ્યો જવાબ, કહ્યું ફેક ન્યૂઝ બંધ કરો આ શૂટિંગ તો..

Vishal Khamar

Last Updated: 11:49 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના ખિલાડી એટલે કે અક્ષય કુમારે હવે પાન મસાલા એડ પર પોતાનું મૌન તોડ્યું છે. અભિનેતાએ કહ્યું કે આ જાહેરાત ઓક્ટોબર 2021 માં શૂટ કરવામાં આવી હતી.

  • બોલિવૂડનો ખિલાડી પાન મસાલાની જાહેરાતને લઈને મુશ્કેલીમાં
  • અભિનેતાને સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ
  • આ જાહેરાત ઓક્ટોબર 2021માં શૂટ કરવામાં આવી હતીઃ અક્ષયકુમાર

 બોલિવૂડનો ખિલાડી અક્ષય કુમાર ફરી એકવાર પાન મસાલાની જાહેરાતને લઈને મુશ્કેલીમાં છે. જેને લઈને અભિનેતાને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.  હવે અક્ષયે આ અંગે પોતાનું મૌન તોડ્યું અને કહ્યું કે આ જાહેરાત ઓક્ટોબર 2021માં શૂટ કરવામાં આવી હતી. આ જાહેરાતને આવતા મહિનાના અંત સુધી બતાવી શકે છે. 

આ જાહેરાત ઓક્ટોબર 2021 માં શૂટ કરવામાં આવી છે - અક્ષય કુમાર 
હવે અક્ષય કુમારે તેના ટ્વિટર એકાઉન્ટ પર પાન મસાલા એડના વિવાદને લઈને એક પોસ્ટ શેર કરી છે.  જેમાં તેણે એક ચેનલને જવાબ આપ્યો અને લખ્યું- જો અન્ય વસ્તુઓ સિવાય તમને ફેક ન્યૂઝમાં રસ છે, તો અહીં તમારા માટે કેટલીક સાચુ જાણવા જેવું છે.  આ જાહેરાતો 13 ઓક્ટોબર, 2021ના રોજ શૂટ કરવામાં આવી હતી. ત્યારે જ મેં આ જાહેરાતો બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી મારે બ્રાન્ડ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ આવતા મહિનાના અંત સુધી કાયદેસર રીતે પહેલાથી જ શૂટ કરાયેલી જાહેરાતો ચલાવી શકે છે.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@srkking555)

વીડિયો જોયા બાદ ફેન્સે અક્ષય કુમારની ક્લાસ શરૂ કરી દીધી હતી
અક્ષય કુમારની આ એડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  જેમાં તે શાહરૂખ ખાન અને અજય દેવગન સાથે તમાકુ બ્રાન્ડની એડ માટે જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં આ ત્રણેય સ્ટાર્સની સાથે અભિનેત્રી-મૉડલ સૌંદર્યા શર્મા પણ જોવા મળી રહી છે.  અક્ષયનો આ વીડિયો ઈન્ટરનેટ પર સામે આવતા જ તેના ચાહકો ગુસ્સે થઈ ગયા અને અભિનેતાની ટીકા કરી રહ્યા છે. 

ચાહકોએ કલાકારને તેણે આપેલ વચન યાદ અપાવ્યું
ફિલ્મ સ્ટારનાં આ વિડિયો પર ટિપ્પણી કરતાં તેના ચાહકોએ યાદ અપાવ્યું કે તેણે અગાઉ આ માટે ચાહકોની માફી માંગી હતી અને વચન આપ્યું હતું કે તે આ જાહેરાત ફરી ક્યારેય નહીં કરે.  ત્યારે ચાહકો કહી રહ્યા છે કે લાગે છે કે તમે તમારા વચન પર ખરા ઉતરી શક્યા નથી અને ફરીથી તમે અજય દેવગન અને શાહરૂખ ખાન સાથે આ જાહેરાત કરી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ 'મિશન રાનીગંજ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે પરિણીતી ચોપરા પણ જોવા મળશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ