બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / akshay kumar film pruthviraj name changed to samrat pruthviraj after karni sena objection
ADVERTISEMENT
અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજનું નામ હવે બદલી નાખવામાં આવ્યું છે. જાણકારી અનુસાર હવે આ ફિલ્મનું નવું નામ સમ્રાટ પૃથ્વીરાજ રાખી દેવામાં આવ્યું છે.
કરણી સેનાની PIL બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતાઓ, યશ રાજ ફિલ્મસે ( YRF ) એ કરણી સેનાના પ્રમુખને એક સત્તાવાર પત્ર લખીને આ અંગે માહિતી આપી છે.
ADVERTISEMENT
યશ રાજ ફિલ્મસ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પણ આ નવું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે!
ADVERTISEMENT
ADVERTISEMENT
યશ રાજ ફિલ્મ્સનું નિવેદન
યશ રાજ ફિલ્મ્સે કરણી સેનાના પ્રમુખને લખેલા સત્તાવાર પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે પૃથ્વીરાજનું નામ હવે બદલાઈને ''સમ્રાટ પૃથ્વીરાજ'' થઈ ગયું છે. YRFએ લખ્યું હતું કે, અમારી, યશ રાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ, 1970ના દાયકામાં અમારી શરૂઆતથી જ અગ્રણી પ્રોડક્શન હાઉસ અને ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓમાંની એક રહી છે અને ભારતના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયોમાંની એક બની ગઈ છે. બધા દર્શકોના આનંદ માટે સતત સારું કન્ટેન્ટ બનાવવન આગ્રહી છીએ અને એના માટે અમે સતત પ્રતિબદ્ધ છીએ.
યશ રાજે કરણી સેનાના વખાણ કર્યા
YRF આગળ લખ્યું હતું કે, "અમે તમારી ફરિયાદ અને ફિલ્મના ટાઇટલના સંદર્ભમાં તમારા પ્રયત્નોની પ્રશંસા કરીએ છીએ, અને તમને ખાતરી આપીએ છીએ કે અમે કોઈપણ વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોંચાડવા અથવા અનાદર કરવા માટે આવું કર્યું નથી.
ADVERTISEMENT
તેમ વધુ લખવામાં આવ્યું હતું કે હકીકતમાં અમે તો ઈચ્છીએ છીએ કે આ ફિલ્મ દ્વારા આપણા દેશના ઈતિહાસમાં સ્વર્ગસ્થ રાજા અને યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણની બહાદુરી, સિદ્ધિઓ અને યોગદાનની ઉજવણી કરવામાં આવે અને લોકોને તેણી ખબર પડે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.