બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજિત પવારનો પુત્ર પાર્થ પવાર જશે રાજ્યસભા, માતા સુનેત્રા નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ ખાલી પડી બેઠક
Last Updated: 10:38 PM, 26 February 2026
અજિત પવારના પુત્ર પાર્થ પવાર રાજ્યસભામાં જશે તે નક્કી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા સુનેત્રા પવારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ની બેઠક ખાલી પડી હતી, અને તેમના પુત્ર પાર્થ પવારને નામાંકિત કરવામાં આવશે. પ્રફુલ્લ પટેલ દ્વારા રાષ્ટ્રીય કારોબારીમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
થોડા દિવસ પહેલા એનસીપીની કોર કમિટીએ સર્વાનુમતે રાજ્યસભા માટે પાર્થ પવારનું નામ ફાઇનલ કર્યુ હતું. એનસીપીના સંગઠનાત્મક માળખામાં પણ ગુરુવારના મોટા ફેરફારો થયા હતા. અજિત પવારના અવસાન બાદ આજે નવા પક્ષ પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ અજિત પવારના પત્ની અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારને પાર્ટી અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા.
પાર્થ પવાર લોકસભા ચૂંટણી લડ્યા છે
ADVERTISEMENT
પાર્થ પવાર સ્વર્ગસ્થ વરિષ્ઠ નેતા અજિત પવારના મોટા પુત્ર છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણી દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે માવલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેને પવાર પરિવારના રાજકીય વારસા માટે મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવતો હતો. જોકે, પાર્થ પવારને હારનો સામનો કરવો પડ્યો હતો. લોકસભા ચૂંટણી હાર્યા બાદ પાર્થ પવાર રાજકારણથી દૂર રહ્યા અને પાર્ટી કે સંગઠનમાં કોઈ પદ સંભાળ્યું નહીં.
પાર્થ પવારની ડિગ્રી અને સંપત્તિની વિગતો
ADVERTISEMENT
35 વર્ષીય પાર્થ પવારે લોકસભા ચૂંટણી ફોર્મમાં પોતાની 20 કરોડની સંપત્તિ બતાવી હતી. પાર્થ પવાર પાસે બી.કોમ.ની ડિગ્રી છે અને ત્યારબાદ લંડનમાં વધુ અભ્યાસ કર્યો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'બાળકોને શું ભણાવાઈ રહ્યું છે, તેનું ધ્યાન રાખવું જોઈએ', NCERT પુસ્તક વિવાદ પર PM મોદી નારાજ
મહારાષ્ટ્રમાં 7 રાજ્યસભા બેઠકો ખાલી
ADVERTISEMENT
જાણકારી માટે જણાવી દઇએ મહારાષ્ટ્રમાં ખાલી રહેલી સાત રાજ્યસભા બેઠકો માટે 16 માર્ચે મતદાન થશે. પ્રફુલ્લ પટેલે સ્પષ્ટપણે જાહેરાત કરી છે કે પાર્થ પવાર એનસીપી વતી પોતાનું નામાંકન દાખલ કરશે. આનાથી સ્પષ્ટ થાય છે કે પાર્થ પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં ન આવી સીધા કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.