ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગુજરાત / Bollywood / Actor Ajay devgn casual attire in a religious place has gone viral social media trolling

VIRAL / માંડવીના શિવમંદિરમાં શોર્ટ્સ પહેરીને દર્શન કરવા પહોંચ્યો અજય દેવગન, થયો ટ્રોલ

Published By: vtvAdmin

Last Updated: 04:56 PM, 1 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે બધા સારી રીતે વાકેફ છીએ કે બોલિવુડનો 'સિંઘમ' અજય દેવગન એક શિવભક્ત છે અને તેના શરીર પર પર શિવજીનુ ટેટૂ પણ છે.

ADVERTISEMENT

તાજેતરમાં એક્ટર  અજય દેવગન પોતાની અપકમિંગ ફિલ્મ 'ભૂજ: ધ પ્રાઇડ ઇન્ડિયા'ની શૂટિંગ માંડવીમાં કરી રહ્યો છે, ત્યારે સોશ્યલ મીડિયા પર તેની કેટલીક ફોટોઝ વાયરલ થઇ રહી છે જેણે કારણે તે ટ્રોલ થઇ રહ્યો છે. વાસ્તવમાં વાયરલ થયેલી ફોટોઝમાં અજય બ્લૂ ટી શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે, જે  પછી સોશ્યલ મીડિયા યૂઝર્સ તેના કપડાને લઇને ટીકા કરવા લાગ્યા અને યૂઝર્સ અજય દેવગનને સલાહ આપી રહ્યા છે કે શોર્ટ્સ જેવા કપડા પહેરીને મંદિરમાં ના જવુ જોઇએ. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

જે લોકો અજય દેવગણના ચાહક હશે એ બધા જાણતા જ હશે કે અજય દેવગણ ભોળાનાથનો બોવ મોટો ભક્ત છે. ભુજમા શૂટીંગ ચાલી રહ્યુ છે એની ફિલ્મનું ત્યારે શ્રી યોગેશ બોક્ષા અજય દેવગણને આજે માંડવીના ખૂબ જૂના અને જાણીતા મહાદેવના મંદિર, નાગનાથ મહાદેવે લઇ ગયા. તસ્વીરમા મહાદેવની પૂજા કરતા ફિલ્મ અભિનેતા અજય દેવગણ અને શ્રી યોગેશ બોક્ષા. #BhujThePrideOfIndia #AjayDevgn

A post shared by Aditya Gadhavi (@adityagadhviofficial) on

 

વાસ્તવમાં અજય માંડવીમાં આવેલા શ્રી નાગનાથ મહાદેવના દર્શને પહોંચ્યો હતો, જ્યાંથી તેની ફોટો સામે આવી હતી, જેમાં તે શિવલિંગની સામે હાથ જોડીને બેસેલો જોવા મળ્યો. તેવામાં તેના કપડાને લઇને તેને ટ્રોલ કરી રહ્યા છે. આમ તો મંદિરોમાં કપડા પહેરવાને લઇને કોઇ નિયમ હોતો નથી પરંતુ કેટલાક મંદિરમાં જિન્સ અને ટી શર્ટ પહેરવાની મનાઇ હોય છે, સાથે જ આવા કપડા પહેરીને આવનારને મંદિરમાં પ્રવેશ પણ મળતો નથી.

એક ઑનલાઇન પોર્ટલ અનુસાર, ''રજાનો દિવસ હતો ્ને અજય રિલેક્સ કરી રહ્યો હતો. નિયમને લઇને મંદિર જતા પહેલા તેણે આ વિશે પૂછપરછ કરી હતી. જ્યારે કોઇ પૂજા કરે છે ત્યારે તેનું વ્યકિગત અને અંગત કામ હોય છે. અજય સારો વ્યકિત છે. તે સોશ્યલ મીડિયા અને ધાર્મિકતાને લઇને સજાગ જ રહે છે. મંદિરમાં દર્શન કર્યા પછી તેણે માંડવીના કેટલાક પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત પણ કરી હતી.''

ઉલ્લેખનીય છે કે, 'ભૂજ: ધ પ્રાઇડ ઇન્ડિયા'ની વાર્તા 1971માં થયેલા ભારત પાક યુદ્ઘ પર આધારિત છે. જેમાં અજય દેવગન સેનના જવાન વિજય કર્ણિકના રોલમાં છે. વિજય 1971માં ભૂજ  એરપોર્ટના ઇનચાર્જ હતા. ભૂજમાં વિજય કર્ણિકે સ્થાનિક મહિલાઓની મદદથી ઈન્ડિયન એરફોર્સની એરસ્ટ્રિપને ઠીક કરી દીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment અજય દેવગન સોશ્યલ માીડિયા Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ