બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Airtel 5G વાપરનારાઓ માટે મોટો ઝટકો, હવે Hotspot ચાલુ કરતાં નહીં મળે અનલિમિટેડ ડેટા
5 ફોટો ગેલેરી
Last Updated: 09:16 PM, 16 July 2026
1/5
ટેલિકોમ સેક્ટરની અગ્રણી કંપની એરટેલના અનલિમિટેડ 5G પ્લાનનો ઉપયોગ કરતા અને પોતાના ફોનના હોટસ્પોટ દ્વારા અન્ય ડિવાઇસ જેમ કે લેપટોપ, ટેબ્લેટ કે અન્ય ફોનમાં ઇન્ટરનેટ ચલાવતા ગ્રાહકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ સતત ફરિયાદ કરી રહ્યા છે કે એરટેલનો અનલિમિટેડ કહેવાતો 5G પ્લાન હોટસ્પોટ સાથે કનેક્ટ કરીને બીજા ડિવાઇસીસમાં કામ કરી રહ્યો નથી.
2/5
આ વિવાદ વચ્ચે એરટેલના ઓફિશિયલ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સની વિગતો સામે આવી છે, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અનલિમિટેડ 5G ડેટાને મોબાઈલ હોટસ્પોટ દ્વારા અન્ય ડિવાઇસ સાથે શેર કરવાની મંજૂરી નથી. આ બાબત સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે અને ઘણા યુઝર્સનું કહેવું છે કે તેમને આ શરત વિશે અગાઉ કોઈ જ જાણકારી નહોતી.
3/5
એરટેલની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ અનલિમિટેડ 5G ઓફરના નિયમો અનુસાર, આ સેવા માત્ર 'વ્યક્તિગત ઉપયોગ' માટે જ છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે જે કનેક્શન અથવા સિમ કાર્ડ પર અનલિમિટેડ 5G એક્ટિવ છે, તેનો ડેટા મોબાઈલ હોટસ્પોટ દ્વારા બીજા કોઈ ડિવાઇસ સાથે શેર કરી શકાશે નહીં. એટલે કે, જો તમે તમારા લેપટોપ કે ટેબ્લેટમાં હોટસ્પોટ દ્વારા આ ઇન્ટરનેટ ચલાવો છો, તો તે કંપનીની શરતોનું ઉલ્લંઘન ગણાશે.
4/5
એટલું જ નહીં, એરટેલની કેટલીક પ્રીપેડ અને પોસ્ટપેડ શરતોમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે જો કોઈ યુઝરનો ડેટા વપરાશ 30 દિવસમાં 300GB થી વધુ થઈ જાય છે, તો કંપની તેને વ્યવસાયિક અથવા કમર્શિયલ વપરાશ (Commercial Use) માની શકે છે. આવા કિસ્સાઓમાં કંપની ઇન્ટરનેટની સ્પીડ ઘટાડી શકે છે, ઓફરમાં ફેરફાર કરી શકે છે અથવા તો સેવા પર કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે. જો કે આ નિયમ પ્લાન અને યુઝર્સના વપરાશની સ્થિતિના આધારે લાગુ પડે છે.
5/5
અત્રે નોંધનીય બાબત એ છે કે એરટેલે અનલિમિટેડ 5G ઓફર બંધ કરી નથી. જો તમારી પાસે 5G સપોર્ટેડ ફોન છે, તમારા એરિયામાં એરટેલ 5G Plus નેટવર્ક ઉપલબ્ધ છે અને તમે યોગ્ય યોગ્ય પ્લાનથી રિચાર્જ કરાવેલું છે, તો તમે પહેલાની જેમ જ તમારા ફોન પર અનલિમિટેડ 5G ડેટાનો મુક્તપણે ઉપયોગ કરી શકો છો. માત્ર હોટસ્પોટ શેરિંગ સાથે જોડાયેલા નિયમોને કારણે જ આ બાબત હાલ ચર્ચાનો વિષય બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ