બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Air India has stopped flying through Irans airspace

Iran-Israel News / ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થશે? એર ઈન્ડિયાએ બદલ્યો રૂટ, ઈરાનના એરસ્પેસમાંથી પસાર થવાનું કર્યું બંધ

Priyakant

Last Updated: 06:16 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran-Israel Latest News : સૂત્રો મુજબ યુરોપ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસને ટાળીને લાંબા રૂટ દ્વારા તેમના ગંતવ્ય સ્થાન પર જઈ રહી છે

Iran-Israel News : મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધી રહ્યો છે જેની અસર હવે હવાઈ સેવાઓ પર પણ જોવા મળી રહી છે. વાત જાણે એમ છે કે એક અહેવાલ મુજબ, શનિવારે (13 એપ્રિલ) એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસમાંથી પસાર થતી બંધ થઈ ગઈ છે. નોંધનિય છે કે, ઈરાને ઈઝરાયેલ પર હુમલાની ચેતવણી આપી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, યુરોપ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસને ટાળીને લાંબા રૂટ દ્વારા તેમના ગંતવ્ય પર જઈ રહી છે. 

હકીકતમાં 1 એપ્રિલના રોજ સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલના ફાઈટર જેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ કારણે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. ઈરાની મીડિયા અનુસાર ઈઝરાયેલના હુમલામાં બે જનરલ સહિત રેવોલ્યુશનરી ગાર્ડના સાત સૈનિકો માર્યા ગયા હતા. ઈરાને તે જ સમયે જવાબી કાર્યવાહીનો સંકેત આપ્યો હતો અને શુક્રવાર (12 એપ્રિલ)થી એવી અપેક્ષા છે કે તેહરાન કોઈપણ સમયે હુમલો કરી શકે છે.

શું કહેવું છે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓનું ? 
અમેરિકા સહિત અનેક દેશોની ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે ઈરાન રવિવાર સુધીમાં ઈઝરાયલ સામે જવાબી કાર્યવાહી કરી શકે છે. જો આ હુમલો થાય છે તો તે મધ્ય પૂર્વમાં મોટા પાયે યુદ્ધ તરફ દોરી શકે છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી પ્રોક્સી વોર ચાલી રહી છે પરંતુ હવે સીધા યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. 2020માં પણ આવું જ તંગ વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યારે ઈરાનના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાની ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતા. 

ઇઝરાયેલને ચોક્કસપણે સજા થશે 
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ આ સપ્તાહની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે, ઈઝરાયેલને સજા થવી જ જોઈએ અને તે થશે. તેમણે કહ્યું હતું કે, કોઈપણ દેશમાં કોન્સ્યુલેટ અને એમ્બેસી ઓફિસો તે દેશનો ભાગ છે. જ્યારે તેઓએ અમારા દૂતાવાસ પર હુમલો કર્યો, તો તેનો અર્થ એ કે તેઓએ અમારા પ્રદેશ પર હુમલો કર્યો. તેમના એક સલાહકારે તો ત્યાં સુધી કહ્યું હતું કે, ઈઝરાયલની દૂતાવાસ ખૂબ સુરક્ષિત નથી. 

વધુ વાંચો : ચૂંટણી ટાણે હેલિકોપ્ટરના ભાવ આસમાને! કંપનીઓ કલાકના વસૂલી રહી છે રૂ. 4થી 5 લાખ

ઈરાન હુમલો કરશે તો અમે જવાબ આપીશુંઃ ઈઝરાયેલ
ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે તેણે હજુ સુધી નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી નથી, પરંતુ તે સંપૂર્ણ હાઈ એલર્ટ પર છે. તેણે અનેક પ્રકારની પરિસ્થિતિઓ માટે તૈયારી કરી છે. ગુરુવારે વિદેશ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફારસી ભાષામાં ટ્વિટ કર્યું. જેમાં તેણે કહ્યું હતું કે, જો ઈરાન તેની સીમાથી હુમલો કરશે તો ઈઝરાયેલ પણ જવાબ આપશે અને ઈરાન પર હુમલો કરવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ