કોરોનાનો ખાત્મો કરવા માટે ડોકટરો અને સંશોધકોની ટીમ રાત-દિવસ લાગેલી છે. આ પ્રક્રિયામાં આયુર્વેદ પણ સતત પ્રયોગ કરી રહ્યું છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (એઆઈઆઈએ)એ નિસર્ગ હર્બ્સ નામની કંપની સાથે કરાર કર્યો છે. આ બંને સંસ્થાઓ પરીક્ષણ કરશે કે લીમડો કોરોના સામે લડવામાં કેટલો અસરકારક છે. આ પરીક્ષણ ફરીદાબાદની ઈએસઆઈસી હોસ્પિટલમાં કરવામાં આવશે.
લીમડાની ટેબલેટનું કોરોના પર પરીક્ષણ
2 મહિના સુધી 250 લોકો પર થશે ટેસ્ટ
AIIA અને ESIC વચ્ચે કરાર
AIIAના ડિરેક્ટર ડો. તનુજા નેસારી આ સંશોધનનો મુખ્ય પરીક્ષણકર્તા હશે. તેમની સાથે ઈએસઆઈસી હોસ્પિટલના ડીન ડો. અસિમ સેન પણ રહેશે. આ ટીમમાં એઆઈઆઈએ અને ઇએસઆઈસીના વધુ 6 ડોકટરો સામેલ થશે.
250 લોકો પર લીમડોની ગોળીનું પરીક્ષણ કરાશે
આ ટીમ 250 લોકો પર પરીક્ષણ કરશે કે લીમડના તત્વ કોરોના વાયરસ ચેપને રોકવામાં કેટલા અસરકારક છે. આ સંશોધનમાં મુખ્યત્વે એ જાણવામાં આવશે કે લીમડાની કેપ્સ્યુલ્સ કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવનારા લોકોની આ બીમારીથી દૂર રાખવામાં કેટલી અસરકારક છે.
2 મહિના ચાલશે આ પ્રક્રિયા
આ પરીક્ષણ માટે જે લોકો પર કેપ્સ્યુલનું પરીક્ષણ કરવામાં આવશે, એ લોકોની પસંદગી શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં 125 લોકોને લીમડાની કેપ્સ્યુલ આપવામાં આવશે, જ્યારે 125 લોકોને ખાલી કેપ્સ્યુલ્સ આપવામાં આવશે. આ પ્રક્રિયા 28 દિવસ સુધી ચાલશે અને 28 દિવસ સુધી દર્દીઓનું નિરીક્ષણ કરવામાં આવશે અને દવાઓની અસરને સમજવામાં આવશે.
લીમડાની ગુણકારી તાકાત પર વિશ્વાસ
નિસર્ગ બાયોટેકના સ્થાપક અને સીઈઓ ગિરીશ સોમાને કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે તેમની દવા કોરોના નિવારણમાં અસરકારક એન્ટિવાયરલ દવા સાબિત થશે.