ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદથી છપરા માટે 14 નવેમ્બરે ખાસ ટ્રેન, ભીડ વચ્ચે મુસાફરોને મોટી રાહત! આજે જ ટિકિટ બુક કરો!

photo-story

7 ફોટો ગેલેરી

Gujarat / અમદાવાદથી છપરા માટે 14 નવેમ્બરે ખાસ ટ્રેન, ભીડ વચ્ચે મુસાફરોને મોટી રાહત! આજે જ ટિકિટ બુક કરો!

Last Updated: 08:03 AM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

14 નવેમ્બરના રોજથી અમદાવાદ અને છપરા વચ્ચે એકતરફી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે. ટિકિટ બુકિંગ આજથી શરૂ થઈ રહ્યું છે; સ્ટોપ અને સમયપત્રક તપાસો.

1/7

photoStories-logo

1. વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

વતન જવાની ઇચ્છા ધરાવતી વ્યક્તિ માટે રેલ્વે વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે. હાલમાં અમદાવાદથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી મોટાભાગની નિયમિત ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે અને ટિકિટ માટે લાંબુ વેઈટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. કન્ફર્મ ટિકિટ ન મળવાને કારણે ચિંતિત હજારો મુસાફરોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે તંત્ર દ્વારા આવતીકાલે એટલે કે 14 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદથી છપરા વચ્ચે વિશેષ ભાડા સાથે 'વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન' દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ટ્રેનનો સમય અને મુસાફરીનું સંપૂર્ણ સમયપત્રક

પશ્ચિમ રેલવેના સત્તાવાર જાહેરનામા મુજબ, ટ્રેન નંબર 09449 (અમદાવાદ–છપરા વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ) શનિવારે, 14 નવેમ્બર 2026ના રોજ મોડી રાત્રે 01:00 વાગ્યે અમદાવાદ રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરશે.સુપરફાસ્ટ ગતિએ દોડતી આ ટ્રેન બીજા દિવસે એટલે કે રવિવારે (15 નવેમ્બર) બપોરે 14:10 વાગ્યે છપરા જંક્શન પહોંચશે. આ ટ્રેન વન-વે હોવાથી માત્ર અમદાવાદથી છપરા તરફ જતા મુસાફરો માટે જ ઉપલબ્ધ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. મુખ્ય સ્ટેશનો પર મળશે સ્ટોપેજ

અમદાવાદથી ઉપડ્યા બાદ આ ટ્રેન ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના મુખ્ય શહેરોમાંથી પસાર થશે. મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનને માર્ગમાં આવતા કુલ 18 મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જેનાથી વચ્ચેના સ્ટેશનો પર ઉતરનારા મુસાફરોને પણ સીધો ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. રાજ્ય મુજબ સ્ટોપેજની યાદી

(1) ગુજરાત: છાયાપુરી, ગોધરા (2) મધ્યપ્રદેશ: રતલામ, નાગદા (3) રાજસ્થાન: રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના (4) ઉત્તર પ્રદેશ: ઈદગાહ આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, વારાણસી, ઔંડિહાર, ગાઝીપુર સિટી અને બલિયા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. સામાન્ય વર્ગના મુસાફરો માટે ખાસ કોચ વ્યવસ્થા

તહેવારોમાં મોટી સંખ્યામાં શ્રમિક અને મધ્યમ વર્ગના પરિવારો વતન જતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને આ સ્પેશિયલ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને સામાન્ય દ્વિતીય શ્રેણી (જનરલ) ના કોચ જોડવાનો નિર્ણય કર્યો છે, જેથી ઓછા ખર્ચે વધુમાં વધુ મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. આજથી જ શરૂ થઈ રહ્યું છે ટિકિટ બુકિંગ

જે મુસાફરો આ ટ્રેનમાં મુસાફરી કરવા માંગે છે, તેમના માટે સૌથી મહત્વની વાત એ છે કે ટ્રેન નંબર 09449 માટે ટિકિટ બુકિંગ આજથી એટલે કે 13 નવેમ્બર, 2026 થી શરૂ થઈ રહ્યું છે. (1)ઓફલાઈન બુકિંગ: મુસાફરો નજીકના કોઈપણ રેલવે સ્ટેશનના PRS (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) કાઉન્ટર પર જઈને ટિકિટ મેળવી શકે છે.(2) ઓનલાઈન બુકિંગ: ઘરે બેઠા ટિકિટ બુક કરાવવા માટે IRCTCની સત્તાવાર વેબસાઈટ અથવા મોબાઈલ એપનો ઉપયોગ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. આ રીતે બુકિંગ કરો

રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનના ચોક્કસ સમય, પ્લેટફોર્મ નંબર અને કોચની સ્થિતિ અંગેની તાજી જાણકારી મેળવવા માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in અથવા હેલ્પલાઈન નંબર 139 પર સંપર્ક કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

book tickets ahmedabad chhapra train special train
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ