ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Ahmedabad Rural DEO action plan for std.10th board exam

શિક્ષણ / બોર્ડમાં ઓછું પરિણામ આવ્યું તો દર 15 દિવસે લેવાશે પરીક્ષા, અમદાવાદ ગ્રામ્ય DEOની તૈયારી

Published By: Dhruv

Last Updated: 09:32 PM, 8 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 40 ટકા કરતા ઓછું પરિણામ લાવતી સ્કૂલો માટે દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને એ એક્શન પ્લાન (action plan) મુજબ વર્ષ દરમિયાન ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલોનું સ્પેશિયલ મોનિટરીંગ કરવામાં આવશે અને આવી સ્કૂલોમાં પરિણામની ટકાવારી ઊંચી આવે તેવા પ્રયાસ કરાશે. ત્યારે જોઈએ આ અહેવાલ.

ADVERTISEMENT

Bahumali bhawan Vastrapur

સરકાર પાસેથી ગ્રાન્ટ લેતી સ્કૂલોનું પરિણામ દિવસેને દિવસે ઘટી રહ્યું છે ત્યારે અમદાવાદ ગ્રામ્યના શિક્ષણાધિકારીએ સ્કૂલો અને વિદ્યાર્થીઓ માટે એક નવી પહેલ કરી છે. આ પહેલમાં ડીઈઓએ (Ahmedabad Rural DEO) દ્વારા ઓછા પરિણામવાળી સ્કૂલોની એક યાદી તૈયાર કરવામાં આવી છે.

આ યાદીવાળી શાળાઓમાં હવે દર પંદર દિવસે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. આ સાથે સાથે એજ્યુકેશન ઈન્સ્પેક્ટરની પણ એક ટીમ તૈયાર કરાઈ છે જે અલગ-અલગ સ્કૂલમાં જઈ કેટલો અભ્યાસક્રમ ચાલ્યો. કેવી રીતે શિક્ષકો ભણાવે છે તે તમામ બાબતોનું નિરીક્ષણ કરશે અને એક રિપોર્ટ તૈયાર કરાશે.

સ્કૂલોનું પરિણામ કેમ ઓછું આવે છે તેના પર ચર્ચા કરવા ડીઈઓ દરેક પ્રિન્સિપાલને ડીઈઓ કચેરી બોલાવશે અને દરેક પ્રિન્સિપાલ સાથે વન ટુ વન ચર્ચા કરશે. કેમ કે, અમદાવાદ ગ્રામ્યમાં અત્યારે 80 જેટલી સ્કૂલો એવી છે જેનું ધોરણ 10નું પરિણામ 40 ટકા કરતા નીચે આવે છે. આ વખતે અમદાવાદ ગ્રામ્ય અને શહેરની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોનું ધોરણ 10નું પરિણામ ઊંચુ આવે તેના માટે અત્યારેથી જ ડીઈઓ દ્વારા પ્રયાસો શરુ કરી દેવાયા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, વિદ્યાર્થીઓની મહેનત અને સરકારી પ્રયાસ કેવો રંગ લાવે છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Bahumali Bhavan Vastrapur VTV vishesh VTV વિશેષ ahmedabad gujarat vastrapur બહુમાળી ભવન વસ્ત્રાપુર Education

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ