બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજથી 147 વર્ષ પૂર્વે અમદાવાદમાં થયેલો રથયાત્રાનો પ્રારંભ, જે કોરોના કાળમાં પણ નહોતી અટકી, જાણો રસપ્રદ વાતો

રથયાત્રા 2025 / આજથી 147 વર્ષ પૂર્વે અમદાવાદમાં થયેલો રથયાત્રાનો પ્રારંભ, જે કોરોના કાળમાં પણ નહોતી અટકી, જાણો રસપ્રદ વાતો

Priyankka Triveddi

Last Updated: 07:38 AM, 27 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અષાઢી બીજ એટલે કે શુક્રવારના રોજ અમદાવાદમાં 148મી રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી હતી અને CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો આરંભ કર્યો હતો.

આજે અમદાવાદમાં ખૂબ ભવ્ય તહેવાર અને ઉત્સવનો માહોલ છે. આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ નગરચર્ચા પર નીકળશે. ત્યારે ચાલો જાણીએ રથયાત્રા વિશે અમુક રસપ્રદ વાતો.

રથયાત્રાનું લાઈવ કવરેજ અંહી જુવો.

  • રથયાત્રા અંદાજે સાડા ચારસો વર્ષ પહેલાં રામાનંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજી મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. ત્યારબાદ ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યાં હતાં જે બાદ અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ થયો. ત્યારથી 148 વર્ષમાં ક્યારેય ભક્તિના રંગમાં ભંગ નથી પડ્યો. એવું કહેવાય છે કે અમદાવાદમાં રથયાત્રાની સ્તાવર શરૂઆત વર્ષ 1878 માં મહંત નરસિંહદાજીએ કરાવી હતી.
  • જ્યારે રથયાત્રાની શરૂઆત કરી ત્યારે 148 વર્ષ પહેલા સરસપુર ભગવાનનું મોસાળ બન્યું. તે સમયે ખૂબ નાના પાયે રથયાત્રાનું આયોજન થતું. શરૂઆતમાં બળદગાડાંમાં રથયાત્રા કાઢવામાં આવતી હતી. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુ-સંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું.
  • શરૂઆતમાં જ્યારે રથયાત્રાની શરૂઆત થઈ ત્યારે રથ બનાવવાનું કામ ભરૂચના ખલાસીઓ દ્વારા કરવામાં આવતું હતું. આ માટે ભરૂચના ખલાસીઓએ નાળિયેરના ઝાડના થડમાંથી ખાસ રથ બનાવી આપ્યા હતા. આ લાક઼ડું ટકાઉ ન હોવાથી દરવર્ષે નવા રથ બનાવવાની જરૂર ઊભી થતી હતી. ત્યારબાદ 20મી સદીની શરૂઆતમાં સાગના વૃક્ષમાંથી બનેલા રથ તૈયાર કરવામાં આવ્યા. અષાઢી બીજના દોઢ મહિના અગાઉ રથના સમારકામ અને રંગરોગાન સહિતની કામગીરી શરૂ કરવામાં આવતી. એક માન્યતા અનુસાર જે રથયાત્રામાં સામેલ થઈને રથને ખેંચે તેને 100 યજ્ઞનું પુણ્ય મળે છે.
  • સરસપુર ભગવાનનું મોસાળ બન્યું 148 વર્ષ પહેલાં બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુ-સંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુ-સંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોના રહીશો રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રેમભાવથી જમાડે છે.
  • અમદાવાદીઓ માટે રથયાત્રા એ મોટો ઉત્સવ છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ થાય છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો રથયાત્રાનાં દર્શન કરે છે તેનું આખું વર્ષ ભગવાન જગન્નાથજીણી કૃપાથી સારું જાય છે. અહીં ભગવાન જગન્નાથની પ્રાત:કાળમાં વહેલી સવારે 4:00 વાગ્યે પૂજા થાય છે. ભગવાનને વિવિઘ પ્રકારનાં ભોજન અને નૈવેદ્ય ઘરાવવામાં આવે છે.
  • રથનું વજન 300 કિલો જેટલું હોય છે અમદાવાદના જગન્નાથ મંદિરની સત્તાવાર શરૂઆત વર્ષ 1878માં તત્કાલીન મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી પ્રારંભિક વર્ષો દરમિયાન બળદગાડાંમાં રથયાત્રા કાઢવામાં આવતી. આના માટે ભરૂચના ખલાસીઓએ અમદાવાદની રથયાત્રા માટે રથ બનાવી આપ્યા હતા. જેનું નિર્માણ નાળિયેરના ઝાડના થડમાંથી કરવામાં આવ્યું હતું. નાળિયેરનું થડ પ્રમાણમાં હળવું હોવા છતાં રથનું વજન 300 કિલો જેટલું હોવાનું કહેવાય છે.
  • જોકે આ લાક઼ડું ટકાઉ ન હોવાથી દરવર્ષે નવા રથ બનાવવાની જરૂર ઊભી થતી. 20મી સદીની શરૂઆતના વર્ષોમાં સાગના વૃક્ષમાંથી બનેલા રથ તૈયાર કરવામાં આવ્યા, જે વજનમાં હળવા અને વધુ ટકાઉ હતા. 1950માં ફરી એક વખત રથ બનાવવામાં આવ્યા, ત્યારે પૈડાંની સંખ્યા ઘટાડીને છ કરવામાં આવી, જોકે તેમનું કદ વધ્યું. જેનું વજન લગભગ 300 કિલોગ્રામ જેટલું હતું. સમયાંતરે બાવળના લાકડાંના પૈડાંની ઉપર લોખંડની પ્લૅટ પણ બેસાડવામાં આવી. વર્ષ 1992માં તેમાં સ્ટિયરિંગ પ્રકારની વ્યવસ્થા બેસાડવામાં આવી. દરવર્ષે અષાઢી બીજના લગભગ દોઢેક મહિના અગાઉ જ મંદિર પરિસરમાં રથના સમારકામ અને રંગરોગાન સહિતની કામગીરી શરૂ થઈ જાય છે.

કોરોનામાં પણ અટકી નથી યાત્રા

વર્ષ 2021માં કોરોના મહામારીને કારણે ચાર કલાક કરતાં ઓછા સમયમાં રથયાત્રા પૂર્ણ થઈ ગઈ હતી. તે વર્ષે અમદાવાદમાં અખાડા, ભજનમંડળી, હાથી, ટ્રક વગર માત્ર પોલીસ પહેરા વચ્ચે ભગવાનની નગરચર્યા નીકળી હતી. જે ખલાસીઓ રથ ખેંચતા હતા તેઓને 48 કલાક RT-PCR નેગેટિવ અને પ્રથમ ડોઝ રસીનો લીધેલો હોવો અને બંને ડોઝ લીધા હોય તેવા ખલાસીને અગ્રીમતા આપવામાં આવી હતી. રથયાત્રામાં જોડાયેલ તમામ ફેસ કવર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને યાત્રાને પૂર્ણ કરી હતી.

વધુ વાંચો: LIVE : જય રણછોડના નાદ સાથે મંદિરથી નીકળ્યાં ત્રણેય રથ, ગણતરીની મિનિટોમાં જમાલપુર દરવાજાથી આગળ વધશે રથયાત્રા

Vtv App Promotion
  • હિંદુ માન્યતાઓ અનુસાર જે પણ વ્યક્તિ આ રથયાત્રામાં સામેલ થઈને આ રથને ખેંચે છે. તેને 100 યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. રથયાત્રાનું મહત્ત્વ તો પુરાણોમાં પણ વર્ણવવામાં આવ્યું છે. ખાસ કરીને આ સમયે ભગવાનની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Interesting Facts about Rathyara Ahmedabad Rathyatra Rathyatra 2025
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ