બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કર્યો, જાણો શું છે પહિંદ વિધિ?
Last Updated: 07:11 AM, 27 June 2025
148મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ પહિંદ વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો. અને વર્ષો જૂની પ્રણાલી અને પરંપરા અનુસાર ગામના રાજા એટલે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિધિ કરીને વિધિવત રીતે ભગવાનના રથને નગર ચર્યા માટે લઈ જવાયો છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આજે સવારે 4 વાગે થતી મંગળ આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા.આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાશે. આ સાથે www.jagannathjiahd.org વેબસાઇટ પર ભક્તો ઓનલાઈન રથયાત્રાના દર્શનનો પણ લાભ લઈ શકશે.
રથયાત્રાની લાઈવ અપડેટ માટે અંહિયા ક્લિક કરો.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પહિંદ વિધિથી રથયાત્રાની શરૂઆત કરી તે પહિંદ વિધિ ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા કરવામાં આવે છે. પુરીમાં પહિંદ વિધિનો મતબલ છેરા પહેરા વિધિ. વર્ષો જૂની પરંપરા મુજબ આ વિધિ નગરના રાજા કરે છે. અને માત્ર રાજા જ આ વિધિ કરી શકે છે. આ વિધિ એટલે કે સોનાની સાવરણીથી ભગવાનના રથના માર્ગને સાફ અને સ્વચ્છ કરવો. એટલે કે CM સોનાની સાવરણીથી ભગવાનના રથના પ્રસ્થાન પહેલા તે મારગએને સાફ કરીને ચોખ્ખો કરે છે અને પછી ભગવાનને નગરચર્યાએ જવા માટે વિંનતી કરે છે. રથનો માર્ગ પણ સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે. અમદાવાદમાં આ 148 મી રથયાત્રા છે અને વર્ષો જૂની પરંપરા મુજબ ગુજરાતમાં મુખ્યમંત્રી પરંપરા મુજબ પહિંદ વિધિ કરે છે.મુખ્યમંત્રી સૌથી પહેલા ભગવાનના રથનું દોરડું ખેંચે છે અને રથને ગતિ આપે છે. વર્ષ 1990થી અમદાવાદની રથયાત્રમાં પહિંદ વિધિ થાય છે. અમદાવાદ ઉપરાંત પુરીમાં પણ રથયાત્રામાં પુરીના રાજા પહિંદ વિધિ કરે છે.
ADVERTISEMENT
27 જૂન શુક્રવારને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાને લઈને મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર જી. એસ મલિકે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં 'નો પાર્કિંગ ઝોન'ની વિગતો જણાવવામાં આવી છે. જાહેરનામા અનુસાર, અમદાવાદ શહેરમાં જગન્નાથ મંદિરની 148મી રથયાત્રા નિમિત્તે કેટલાક વિસ્તારો 26 જૂન રાત્રે 12 વાગ્યાથી 'નો પાર્કિંગ ઝોન' રહેશે.
આ વિસ્તારો 'નો પાર્કિંગ ઝોન'
ADVERTISEMENT
જગન્નાથ રથયાત્રાના માર્ગ પર 'નો પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યા છે. જગન્નાથ મંદિર, જમાલપુર દરવાજાથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલા, (બી.આર.ટી.એસ. રૂટ સહિત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા યોકી, ઔત્તમ પોળ, આર. સી. હાઇસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસાથી જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર 'નો પાર્કિંગ ઝોન' રહેશે.
વધુ વાંચો: LIVE : પહેલી વાર ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર અપાશે, થોડીવારમાં CM પહિંદવિધિ કરશે
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જાહેરનામાનો અમલ કરવાનો રહેશે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-33ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને 26 જૂને રાત્રે 12 વાગ્યાથી લઈને રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિસ્તાર 'નો પાર્કિંગ ઝોન' રહેશે. સાથે જ જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરે છે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.