ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / Ahmedabad motera stadium start England India cricket test match

ગૌરવ / ભારતના ખેલ ઈતિહાસનો આજે સૌથી મોટો દિવસ, ઓલિમ્પિક માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કરાશે: અમિત શાહ

Published By: Gayatri

Last Updated: 02:53 PM, 24 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન થઈ રહ્યુ છે

ADVERTISEMENT

  • વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન
  • રાષ્ટ્રપતિના હસ્તે થશે ઉદઘાટન
  • દેશના નામચીન પૂ્ર્વ ક્રિકેટરો પણ ઉપસ્થિત રહેશે

આ સ્ટેડિયમ એ નરેન્દ્ર મોદીનું જ વિઝન છે : અમિત શાહ 

આ પ્રસંગ પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એંકલેવ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે સાથે નારણપુરામાં એક સ્પોટ્સ કોમ્પ્લેકસ પણ ઊભું કરવામાં આવશે. આમ આ ત્રણ કોમ્પલેક્ષમાં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટ કરવામાં આવશે. આ સાથે જ અમદાવાદ હવે સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે. 

અમિત શાહે વધુમાં કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હંમેશા કહેતા હતા કે ગુજરાતીઓએ સ્પોર્ટ્સ અને સેનામાં હવે પ્રગતિ કરવી જોઈએ. તેમણે GCAનો ચાર્જ સંભાળ્યો અને તે બાદ રાજ્યમાં રમત ગમતને પ્રોત્સાહન આપ્યું. તેમનું જ આ વિઝન હતું કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અહિયાં બનાવવામાં આવે. 

ગુજરાતમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 

મોટેરા સ્ટેડિયમનું નામ બદલી નાંખવામાં આવ્યુ છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યુ છે. 

 

જુઓ LIVE

મોટેરા સ્ટેડિયમને PM મોદીનું નામ અપાયુ

 

આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન થઈ રહ્યુ છે ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન થશે. ગૃહ મંત્રી અમિત શાહ અને કિરણ રિજૂજૂ પણ હાજર રહેશે.  રાજ્યપાલ અને DyCM નીતિન પટેલ પણ હાજર રહેશે એટલું જ નહીં પરંતુ દેશના પૂર્વ ક્રિકેટરો સચિન,કપિલ દેવ પણ હાજર રહેશે

શું કહ્યું નીતિન પટેલે? 

 

આજે ભારત-ઇગ્લેન્ડ વચ્ચે મોટેરામાં રમાશે પ્રથમ ટેસ્ટ મેચ

વિશ્વનું સૌથી મોટા સ્ટેડીયમ મોટેરામાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ કરવામાં આવી છે. આજથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ ટેસ્ટ મેચ રમાશે. ડે-નાઇટ ટેસ્ટ મેચને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. હોટેલથી લઇ સ્ટેડિયમ સુધી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ કરાઇ રહ્યું છે. સ્ટેડીયમમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડથી ચેકીંગ શરૂ કર્યું છે. 

શું છે સ્ટેડિયમની ખાસિયત?  

 

  • 800 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરાયું છે સ્ટેડિયમ
  • ખેલાડીઓ માટે 4 ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયા છે.
  • સ્ટેડિયમમાં કુલ 1.10 લાખ લોકો સાથે મેચ જોઇ શકે છે
  • જે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઊડથી વધારે છે
  • મેલબોર્નમાં 1 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા હતી
  • કુલ 76 કોર્પોરેટ બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે
  • મેદાન પર કુલ 11 પીચ છે જેને લાલ અને કાળી માટી દ્વારા તૈયાર કરવામાં આવી છે
  • મેદાનમાં ફ્લડ લાઈટ્સની ઉંચાઈ 90 મીટર છે. એટલે કે 25 માળ ઉંચી બિલ્ડીંગ બરાબર
  • આ મેદાનની નીચે સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે
  • વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 મિનિટમાં જ તૈયાર કરવામાં આવી શકે
  • ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ પણ યોજાય શકે છે

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad motera stadium PM modi ahmedabad પીએમ મોદી motera stadium

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ