બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Manjuba kitchen Free Meals for the hungry Poor people

સેવાયક્ષ / અમદાવાદનું હરતું ફરતું 'મંજુબાનું રસોડું’: રોજે 700 લોકોને ફ્રીમાં પ્રેમથી જમાડે, માતાની ટેકને દંપતીએ સાચવી

Vishnu

Last Updated: 11:13 PM, 23 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફૂડ ટ્રકથી 6 મહિનામાં 1.25 લાખ લોકોને જમાડ્યા, 4 વર્ષ પહેલા ફૂડ પેકેટ આપવાની કરી હતી શરૂઆત

  • અમદાવાદનું હરતું ફરતું 'મંજુબાનું રસોડું’
  • રોજ 700 લોકોને ફ્રીમાં જમાડે છે દંપતી
  • કામદાર દંપત્તિની અનોખો સેવાયજ્ઞ

આપણે ત્યાં એવું કહેવાય છે કે, લોકો સ્વાર્થ સિવાય કોઈપણ કામ નથી કરતા. રાજકારણીઓથી લઈને સામાન્ય માણસ પણ કોઈને કોઈ કામમાં સ્વાર્થ જોતો હોય છે. પરંતુ આજે વીટીવી ન્યૂઝ એવા નિસ્વાર્થ વ્યક્તિઓ સુધી પહોંચ્યું. જે આજના સમયમાં સેવાની મૂરત છે. આપણે વાત કરવી છે. અમદાવાદના હરતાં ફરતાં મંજુબાનાં રસોડાની. જે ઝૂંપડપટ્ટીમાં આમંત્રણ આપીને રોજ 700 લોકોને ફ્રીમાં જમાડે છે. 

ભૂખ્યાની આંતરડી ઠારવા ભગીરથ કાર્ય
કરસનદાસ માણેકની આ કવિતાને અમદાવાદના આ દંપત્તિએ આજે સાર્થક કરી બતાવી છે. કારણ કે, કમાવા માટે તો સૌકોઈ ખાણીપીણીની બજારો સુધી પહોંચે છે.પરંતુ ભૂખ્યાજનની આતરડી ઠારવા માટે રોજ આ દંપત્તિ તેમની વચ્ચે પહોંચે છે. જ્યારે આ કામદાર દંપતી દ્વારા ચલાવવામાં આવતું ‘મંજુબાનું રસોડું’ રોજ જરૂરિયાતમંદ વ્યક્તિઓની જઠરાગ્નિ ઠારે છે. શહેરના બિઝનેસમેન મયૂર કામદાર અને તેમનાં પત્ની પ્રણાલી કામદારે માતાના જીવન તથા માતાએ આપેલા સૂત્ર પરથી પ્રેરણા મેળવીને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબો માટે ફૂડ ટ્રક શરૂ કરી છે, જેમાં રોજ સવાર-સાંજ 700 લોકોને વિનામૂલ્યે જમાડવામાં આવે છે. 

ભરપેટ ફૂલ ડીસ જમો..
આ ભોજન માટે લાગેલી લાઈનો. નાના બાળકથી લઈને મોટેરા સુધીના હાથમાં ભોજનની રહેલી પ્લેટોને જુઓ. આ ભોજનની પ્લેટોમાં રહેલ પુરી. શાક. સલાડ. લાડું. છાસ. અને કોન જેવી વસ્તુઓને જુઓ. કદાચ આ વસ્તુઓ બહાર જમવા જઈએ તો. 200 રૂપિયા જેટલો ખર્ચ થઈ જાય. પરંતુ અહીં આ ગરીબ ભૂખ્યા જનોને એકપણ પૈસો લીધા વગર આ કામદાર દંપતી ભરપેટ ભોજન કરાવે છે. નવાઈની વાત એ છે કે, આ મયૂર કામદારની કંપનીમાં રોજ 200 કર્મચારીઓનું ભોજન બને છે. અને આ કર્મચારીઓ સાથે જ અન્ય 700 લોકો માટે પણ ભોજન બનાવવામાં આવે છે. અને એક દિવસ પહેલા ભોજન માટે નિમંત્રીત કરાયેલા લોકો સુધી ફૂડ ટ્રક દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે.

માતા જીવ્યા ત્યાં સુધી ભૂખ્યાને જમાડ્યા 
મહત્વનું છે કે, એન્જિનિયરિંગ કંપની ચલાવતા મયૂર કામદારનાં માતાનું વર્ષ 2008માં અવસાન થઈ ગયું, પરંતુ માતા મંજુબા જીવ્યાં ત્યાં સુધી પોતે રોજ ગાડીમાં જઈને રસ્તામાં દેખાતા ગરીબ અને જરૂરિયાતમંદોને જમવાનું આપતાં હતાં. મયૂર કામદારનાં માતા મંજુબા કહેતા કે કોઈ ભૂખ્યું ના સૂવે, આ સૂત્રને લઈને તેઓ રોજ અનેક લોકોને જમવાનું આપતાં હતાં. મંજુબાના અવસાન બાદ તેમનાં દીકરા તથા પુત્રવધૂને માતાએ આપેલી પ્રેરણા પરથી માતા જે કામ કરતા હતા એ ચાલુ કરવાનો વિચાર આવ્યો. અને આજે તે વિચારને તેમણે સાર્થક કરી બતાવ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ