બ્રેકિંગ ન્યુઝ

logo
logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ahmedabad ISKCON Bridge Accident Complaint to the botad Collector

રજૂઆત / 'ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે નબીરાને ફાંસીના માંચડે લટકાવો': બોટાદમાં પ્રચંડ રોષ સાથે મૃતકના પરિવારજનોએ આપ્યું કલેક્ટરને આવેદન

Kishor

Last Updated: 04:37 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં નબીરાને ફાંસીના માચડે લટકાવી દેવાની માંગ સાથે બોટાદમાં મૃતકના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

  • અમદાવાદ ખાતે અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ કેસ
  • બોટાદના ૩ યુવાનોના પરીવારોએ કલેક્ટરને આપ્યુ આવેદન
  • નબીરા તથ્ય પટેલ અને તેના પિતાને તાત્કાલિક ફાંસી સજાની માંગ કરી

અમદાવાદ શહેરમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માતની હૈયું હચમચાવી નાખતી ઘટના સામે આવી હતી. જેમાં કાળ બનીને ચિત્તાઝડપે આવેલી કારે કચડી નાખતા 9 લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જેમાં બોટાદ શહેરના પણ ત્રણ યુવાનોના અમદાવાદ ખાતે અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે. 

Ahmedabad ISKCON Bridge Accident Complaint to the botad Collector

કલેકટર કચેરી સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યુ
આ ગંભીર ઘટનાને લઈને બોટાદમાં યુવાનોના પરિવારજનોએ અન્ય સમાજના આગેવાનોને સાથે રાખી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેમજ આરોપીની મિલકત જપ્ત કરી મૃતકના પરિવાજનોને સહાય આપવામાં આવે તેવી સૂત્રોચ્ચાર કરી માંગ કરવામાં આવી હતી. સાથે સાથે જો મૃતક પરીવારોને ન્યાય નહિ મળે તો રસ્તા ઉપર ઉતરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 

Ahmedabad ISKCON Bridge Accident Complaint to the botad Collector


મોટી સંખ્યામાં મહિલાઓ અને આગેવાનો રહ્યા હાજર
અમદાવાદ ખાતે ગત 19 જુલાઈના રોજ થયેલ અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જેમાં બોટાદ શહેરના કૃણાલ,અક્ષર,અને રોનક પટેલ નામના ત્રણ પાટીદાર યુવાનોના કમકમાટીભર્યા મોત થયા હતા. જે મોત મામલે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જવા પામ્યો હતો અને સરકાર દ્વારા મૃતક પરિવાર તેમજ ઇજાગ્રસ્તોને સહાય આપવાની જાહેરાત કરી હતી ત્યારે આજે બોટાદ શહેર ખાતે ત્રણેય મૃતક યુવાનોના પરિવારજનોએ અન્ય સમાજના લોકોને સાથે રાખી મોટી સંખ્યામાં મહિલાઓ અને આગેવાનો કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. સાથે જ તથ્ય પટેલ નામના આરોપી અને તેના પિતા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી ફાંસીની સજા આપવામાં તેવી માંગ પણ કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ