બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad gota Dhruvi Pharma remdesivir Injection selling
ADVERTISEMENT
અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે ઝાયડસમાં લાઈન લાગી છે. તો બીજી તરફ ગોતાની ધ્રૂવી ફાર્મા દ્વારા પણ ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. પરંતુ આ જગ્યા પર જે લોકોની ઓળખ હોય તેમને જ ઈન્જેક્શન આપવામાં આવી રહ્યાનો આક્ષેપ લાગે છે. જેના કારણે અન્ય જરૂરીયાતમંદ સામાન્ય નાગરિકોને કલાકો લાઇનમાં ઉભા રાખવામાં આવે છે. અને આમ છતાં ઈન્જેક્શન આપવામાં આવતા નથી. ગોતાની ધ્રૂવી ફાર્માના ગોડાઉનમાં ઇન્જેક્શનનો મોટો જથ્થો હોવાની ચર્ચા છે.
ADVERTISEMENT
અમદાવાદમાં રેમડેસિવિરના ઈન્જેક્શન માટે દર્દીઓના સગાઓની લાઈન જોવા મળે છે. ત્યારે ઝાયડસ હોસ્પિટલ દ્વારા પણ આજથી ફરી ઈન્જેક્શનનું વેચાણ શરૂ થયું છે. પરંતુ જ્યારે કેટલાક લોકોને જાણ થઈ કે, અમદાવાદના ગોતા વિસ્તારમાં ધ્રૂવી ફાર્મા પણ ઝાયડસ સિવાયની કંપનીનું ઈન્જેક્શન વેચી રહી છે.

ADVERTISEMENT
ત્યારે કેટલાક લોકો સવારથી આ સ્થળ પર પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં જઈને પણ તેમને નિરાશા હાથ લાગી હતી. આ કંપની પાસે ઈન્જેક્શન હોવા છતાં તમામ લોકોને આપવામાં આવી રહ્યા નથી. ઈન્જેક્શન લેવા આવેલા લોકોએ Vtv સાથે વાત કરતા કહ્યું, અમે સવારથી રાહ જોઈને ઉભા છીએ. પરંતુ જે લોકોના રેફરન્સ છે. તેમને જ આ કંપની ઈન્જેક્શન આપી રહી છે.

ADVERTISEMENT
અમદાવાદમાં ઝાયડસ દ્વારા ટોકન સિસ્ટમ બનાવાઈ
અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શનની વધતી માગને લઈ ટોકનની સિસ્ટમ કરવામાં આવી છે. રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવા માટે દર્દીના સગાઓ પાસે ટોકન હોવું જરૂરી છે. મહત્વનું છેકે, આજથી ફરી રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ શરૂ કર્યું હતું. સવારે 8:30 વાગ્યાથી સાંજે 5:30 સુધી રેમડેસિવિર ઈન્જેકશન વેચાણ થશે. રેમડેસિવિર ઈન્જેક્શનના ફરીથી વેચાણના પહેલા દિવસે 700 ટોકનનું વિતરણ થયું હતું. જ્યારે આવતીકાલે સવારે ફરીથી ટોકન આપવામાં આવશે. જો કે, સમય પૂરો થયા બાદ લાઇનમાં ઉભા રહેલા લોકોને ઇન્જેક્શન ન મળતા નિરાશા જોવા મળી હતી.
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.