બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad DEO announced helpline number to remove fear and stress of students in exam

સુવિધા / બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ભય અને તણાવ દૂર કરવા અમદાવાદ DEOએ જાહેર કર્યો હેલ્પલાઇન નંબર, દરેક મૂંઝવણનો આવશે અંત!

Priyakant

Last Updated: 09:23 AM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓનો ભય અને તણાવ દૂર કરવા  DEO દ્વારા હેલ્પલાઇનનો પ્રારંભ કરાયો, આ હેલ્પલાઈનમાં વિદ્યાર્થીઓના સવાલોના જવાબ અને પરીક્ષાને લઈ માર્ગદર્શન અપાશે

  • અમદાવાદ શહેર DEO દ્વારા હેલ્પલાઇનનો પ્રારંભ
  • બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી હેલ્પલાઇન શરૂ
  • વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈ માર્ગદર્શન અપાશે
  • 9909922648 નંબર પર વિદ્યાર્થીઓ સંપર્ક કરી શકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ તરફ હવે   અમદાવાદમાં બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓનો ભય અને તણાવ દૂર કરવા અમદાવાદ શહેર DEO દ્વારા હેલ્પલાઇનનો પ્રારંભ  કરવામાં આવ્યો છે. 

અમદાવાદ શહેર DEO દ્વારા હેલ્પલાઇનનો પ્રારંભ
અમદાવાદમાં બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓનો ભય અને તણાવ દૂર કરવા હેલ્પલાઇન શરૂ કરાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત હવે 9909922648 નંબર પર વિદ્યાર્થીઓ સંપર્ક કરી સવાલોના જવાબ અને પરીક્ષાને લઈ માર્ગદર્શન મેળવી શકશે. નોંધનીય છે કે, આ હેલ્પલાઇનનો પ્રારંભ અમદાવાદ શહેર DEO દ્વારા કરવામાં આવ્યો છે. 

બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા નિર્ણય
ગુજરાતમાં આ મહિને યોજાવા જઈ રહેલી બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા પકડાશે તો તેને કડક સજા કરવામાં આવશે. ચોરી કરનારો વિદ્યાર્થી 2 વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં. ચોરી કરનાર અને કરાવનારા બન્ને વિદ્યાર્થીઓએ 2 વર્ષ સુધી ઘરે બેસવું પડશે. આ સાથે જ બોર્ડ દ્વારા બીજો પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં હથિયાર સાથે પકડાશે તો તે વિદ્યાર્થી આજીવન પરીક્ષા આપી શકશે નહીં. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બોર્ડ દ્વારા નિયમો જાહેર કરાયા

14મી માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 25મી માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ધોરણ 10નું ટાઈમ ટેબલ

  • 14 માર્ચ- ગુજરાતી
  • 16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
  • 17 માર્ચ- બેઝિક ગણિત
  • 20 માર્ચ- વિજ્ઞાન
  • 23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
  • 25 માર્ચ- અંગ્રેજી
  • 27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
  • 28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

અગાઉ પણ સરકારે વિદ્યાર્થીઓના હિતમાં લીધો હતો નિર્ણય
અગાઉ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. JEE મેઇન્સ પરીક્ષા બાદ પણ પ્રિલિમ કસોટીની પરીક્ષા આપી શકે તેવો, તેમજ JEEના કારણે શાળાની પ્રિલિમ કસોટી ન આપી શકનાર વિદ્યાર્થીઓને તક અપાશે. તેમજ પ્રિલિમ કસોટી પૂર્ણ થયા બાદ ફરી જે તે વિષયની પરીક્ષા લેવામાં આવશે. 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન શાળા કક્ષાએ ફરી પરીક્ષા લેવાશે. JEE નાં કારણે પ્રિલીમ કસોટી ચૂકી જનાર વિદ્યાર્થીની ફરી પરીક્ષા આપી શકશે. 

JEE મેઇન્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ચિંતામાં હતા મુકાયા 
JEE મેઇન્સ-ધોરણ 12 સાયન્સની પ્રિલિમ પરીક્ષાની તારીખ એકસાથે હોવાથી વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતાં. શાળા કક્ષાએ લેવાતી પ્રિલીમ કસોટી 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. NTA દ્વારા JEE મેઈન્સ પરીક્ષા 24થી 31 જાન્યુઆરીએ યોજવાનું આયોજન છે. યુનિટ ટેસ્ટ પણ 19 જાન્યુઆરીએ લેવાની જાહેરાતથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતાં. JEE મેઈન્સ આપવી કે પ્રીલીમ પરીક્ષા આપવી તેને લઈ વિદ્યાર્થીઓની ચિંતાનો પારો હાઈ થયો હતો. જે ચિંતા હવે દૂર થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ