ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આઠમાં નોરતે GST ટીમની રમઝટ, આદિત્ય-જીગરદાન ગઢવીના ગરબામાં દરોડા

કાર્યવાહી / આઠમાં નોરતે GST ટીમની રમઝટ, આદિત્ય-જીગરદાન ગઢવીના ગરબામાં દરોડા

Published By: Vishal Khamar

Last Updated: 07:19 PM, 30 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ગરબા આયોજકને ત્યાં GST વિભાગની ટીમે અચાનક દરોડો પાડતા હોબાળો મચી જવા પામ્યો હતો.

ADVERTISEMENT

નવરાત્રિના તહેવારની ધૂમ વચ્ચે અમદાવાદમાં એક મોટા ગરબા આયોજક પર GST વિભાગે અચાનક દરોડા પાડતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ આ દરોડા શહેરના જાણીતા ગરબા આયોજનમાં પાડવામાં આવ્યા છે જેમાં લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવી અને જીગરદાન ગઢવી ઉપરાંત પૂર્વા મંત્રીને ત્યાં પણ દરોડા પડ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

નવરાત્રિની રાત્રિઓ ગરબાના રંગમાં રંગાઈ રહી છે ત્યારે અમદાવાદમાંથી મોટી ખબરો સામે આવી રહી છે. શહેરના જાણીતા ગરબા આયોજકો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગે મોટા પાયે દરોડા પાડ્યા છે.

કઈ કઈ જગ્યાએ દરોડા પડ્યા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી તથા પૂર્વા મંત્રીના આયોજિત ગરબાઓમાં પણ આ દરોડાઓ કરવામાં આવ્યા છે. અમદાવાદના મોટા ગરબા સ્થળો જેમ કે રંગ મોરલો, સુવર્ણ નગરી અને સ્વર્ણિમ નગરી પર પણ GSTની ટીમોએ તપાસ કરી છે.

8 જગ્યાએ એકસાથે દરોડા

આશંકા છે કે નિયત ભાવ કરતાં વધારે ભાવે પાસ વેચવામાં આવી રહ્યા હતા, તેમજ ઘણા પાસ બ્લેકમાં પણ વેચાતા હતા. આ બાબતે અનેક ફરિયાદો મળ્યા પછી GST વિભાગે આકસ્મિક દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોના મતે, કુલ 8થી વધુ જગ્યાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદની મહિલા પોલીસકર્મીનો નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો મૃતદેહ, હત્યા થયાની આશંકા

બેફામ વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શનમાં

અમદાવાદમાં ગરબા આયોજકોને ત્યાં જીએસટીની રેડ પડવા પામી છે. આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રીના ગરબામાં રેડ પડી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બેફામ વેચાતા પાસને લઈ જીએસટી વિભાગ એક્શનમાં આવ્યું છે. રંગ મોરલા, સુવર્ણ અને સ્વર્ણિમ નગરીમાં દરોડા પડ્યા છે. અમદાવાદમાં 8 જગ્યાએ રેડ પડી હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે સુરતમાં સુવર્ણ નગરી ગરબામાં પણ રેડ પડી છે. અનેક ગરબાના પાસ બ્લેકમાં મળતા હોવાનો સૂત્રોનો દાવો છે. નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ લેતા રેડ પડી હોવાના સમાચાર મળી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aditya Gadhvi Jigardan Gadhvi Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ