ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની મહિલા પોલીસકર્મીનો નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો મૃતદેહ, હત્યા થયાની આશંકા

ગાંધીનગર / અમદાવાદની મહિલા પોલીસકર્મીનો નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો મૃતદેહ, હત્યા થયાની આશંકા

Last Updated: 05:52 PM, 30 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં પાઠ્યપુસ્તક મંડળના ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

અમદાવાદ શાહીબાગ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ ગાંધીનગરમાં સેક્ટર-24 માં આવેલ પાઠ્યપુસ્તક મંડળના ક્વાર્ટરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધી છે. તેમજ એફએસએલ દ્વારા મહિલા કોન્સ્ટેબલના મૃત્યુંને લઈ તપાસ શરૂ કરી છે. તેમજ યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ મળ્યા છે. પોલીસ દ્વારા યુવતીની હત્યા થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે.

પાડોશીએ દરવાજો ખોલતા યુવતીનો મૃતદેહ મળ્યો

મળતી માહિતી મુજબ ગાંધીનગર સેક્ટર-24 માં આવેલ પાઠ્ય પુસ્તક મંડળના ક્વાર્ટરમા રહેતી રિંકલ વણઝારાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવતીના ભાઈ-ભાઈ નવરાત્રીની આઠમ હોઈ નેવૈધ કરવા માટે ભાવનગર ખાતે ગયા હતા. રિંકલબેને ફોન રિસીવ ન કરતા આ સમગ્ર બાબતે રિંકલબેનની બહેન દ્વારા પાડોશીને જાણ કરતા પાડોશીએ ઘરનો દરવાજો ખોલીને જોતા યુવતીનો નિવસ્ત્ર હાલતમાં મૃતદેહ પડ્યો હતો. રિંકલનો મૃતદેહ જોઈ પાડોશી ગભરાઈ જઈ બુમાબુમ કરી હતી. જે બાદ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી. જે બાદ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ડોક્ટર દ્વારા મહિલા કોન્સ્ટેબની તપાસ હાથ ધરતા મહિલાને મૃત હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ખેડૂતો માટે ખુશખબર, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, લાભ લેવા આવતીકાલથી નોંધણી શરૂ

ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

ઘટનાની જાણ પોલીસને થતા ગાંધીનગર એસી રવિ તેજા વાસમ શેટ્ટી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસને કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. તેમજ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

female constable female constable murder Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ