બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદ / Ahead of Diwali singe oil and cottonseed oil prices hiked

મોંઘવારીની વધુ એક થપાટ / ગૃહિણીઓ માટે માઠા સમાચારઃ ફરી વધ્યા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ, જાણો ડબ્બે કેટલાનો થયો વધારો

Malay

Last Updated: 07:47 AM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, એવામાં ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવખત વધારો થયો છે. સતત વધતી માંગના કારણે કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે.

  • તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
  • સિંગતેલમાં ડબ્બે રૂપિયા 50નો વધારો
  • કપાસિયા તેલમાં ડબ્બે 30 રૂપિયાનો વધારો

રાજ્યમાં દિવાળી પહેલા જ ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 30નો વધારો થયો છે. જે બાદ હવે સિંગતેલનો ભાવ 3 હજાર રૂપિયાને વટાવી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2500એ પહોંચી ગયો છે.

તહેવારો નજીક હોવાથી ખાદ્યતેલની ભારે માંગ
તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બો 3000ને પાર પહોંચી ગયો છે. સિંગતેલનો નવો ભાવ રૂપિયા 3050 થયો છે. તો 30 રૂપિયાના વધારા બાદ કપાસિયા તેલનો નવો ભાવ 2500 થયો છે.  જોકે, તેલ બનાવતી મિલોમાં સ્ટોકની અછતને કારણે ભાવ વધારો થઇ રહ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

આવી રીતે વધશે ભાવ તો તહેવારો ઉજવવા બનશે મુશ્કેલ
દિવાળી જેવા તહેવાર પર્વે ખાદ્યતેલમાં ભાવ વધારાને લઇને ખરીદી કરવી મુશ્કેલ બની રહી છે. આવી રીતે ભાવ વધતાં રહેશે તો તહેવારો ઉજવવા મુશ્કેલ બની જશે. આ ભાવ વધારા પર ગુજરાત ખાદ્ય તેલ વેપારી મહામંડળના પ્રમુખ બિપીન મોહને જણાવ્યું હતું કે, આ વખતે હવામાનને કારણે ઉત્પાદન ઓછું થયું છે. તો તહેવારો આવતા બજારમાં  ખાદ્ય તેલની માંગ ઘણી વધી છે. થોડા સમય પહેલા પણ સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચી ગયો હતો. પરંતુ તેમાં ઘટાડો થયો હતો. હાલ સિંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો કરવામાં આવતા ભાવ 3050એ પહોંચ્યા છે. 

કપાસિયા તેલના ભાવ 2500 થયા
વેપારીએ મેહુલ નથવાણીએ જણાવ્યું હતું કે, સોમવારે આણંદ શહેરમાં ઉઘડતાં બજારમાં સિંગતેલનો જૂનો ભાવ રૂ.3000 હતો. જે વધીને રૂ.3050 થઇ ગયો છે. તેમજ કપાસિયા તેલનો ભાવ રૂ.2450 હતો. તે વધીને રૂ.2500 થઇ ગયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ