બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / After the secret wedding of Swara Bhaskar, now preparations for grand reception in Delhi

બોલિવુડ / સિક્રેટ વેડિંગ બાદ હવે દિલ્હીમાં સ્વરા ભાસ્કરના ભવ્ય રિસેપ્શનની તૈયારી, સામે આવ્યું ઇન્વિટેશન કાર્ડ

Megha

Last Updated: 12:52 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

16 માર્ચ સ્વરા માટે વધુ ખાસ છે કારણ કે સ્વરા અને ફહાદ આજે દિલ્હીમાં ગ્રેન્ડ રિસેપ્શન આપવાના છે અને એમના લગ્નના રિસેપ્શન કાર્ડની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  • આજે દિલ્હીમાં ગ્રેન્ડ રિસેપ્શન આપવાના છે સ્વરા અને ફહાદ
  • સ્વરા ભાસ્કરના રિસેપ્શન કાર્ડની તસવીર વાયરલ 
  • આ મહેમાનો થશે રિસેપ્શનમાં સામેલ 

બોલિવૂડ ફિલ્મ સ્ટાર સ્વરા ભાસ્કરે તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ફહાદ અહેમદ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. જણાવી દઈએ કે આ સ્ટાર કપલના લગ્નની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. સાથે જ સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે નજીકના સંબંધીઓ અને સગા-સંબંધીઓ વચ્ચે ધામધૂમથી લગ્ન કર્યા જેની તસવીરો અભિનેત્રી સ્વરા ભાસ્કર તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઇંસ્ટા-સ્ટોરી પર શેર કરી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Swara Bhasker (@reallyswara)

રિસેપ્શન કાર્ડની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ 
આજે એટલે કે 16 માર્ચ સ્વરા માટે વધુ ખાસ છે કારણ કે સ્વરા અને ફહાદ આજે દિલ્હીમાં ગ્રેન્ડ રિસેપ્શન આપવાના છે અને એમના લગ્નના રિસેપ્શન કાર્ડની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

આ મહેમાનો થશે રિસેપ્શનમાં સામેલ 
જણાવી દઈએ કે આ વેડિંગ રિસેપ્શન દિલ્હીના એરફોર્સ ઓડિટોરિયમમાં યોજાશે જેમાં પરિવાર સહિત એમના ખાસ મિત્રો અને બોલિવૂડની કેટલીક હસ્તીઓ પણ હાજરી આપવાના છે. સાથે જ ફહાદ રાજનીતિ સાથે જોડાયેલ છે અને એટલા માટે એવું માનવામાં આવી રહ્યું છે કે રાજનીતિ સાથે જોડાયેલા લોકો પણ આ વેડિંગ રિસેપ્શનમાં મહેમાન બનીને આવી શકે છે. 

ન સાત ફેરા કે ન તો નિકાહ 
અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે ધામધૂમથી લગ્ન કર્યા. જો કે અંહિયા નવાઈની વાત એ છે કે અભિનેત્રીએ લગ્નની વિધિની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી નથી. એવામાં ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બંનેએ નિકાહ કે સાત ફેરા લીધા વિના લગ્ન કરી લીધા હતા. નોંધનીય છે કે આ કપલ કોર્ટ મેરેજ કરી ચુક્યું છે અને હાલ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બંનેએ એમના અલગ ધર્મને કારણે માટે કોર્ટ મેરેજ કર્યા હતા. 

જો કે એ બાદ તેઓ બંને હલ્દી, મહેંદી અને સંગીત જેવી વિધિ ધામધૂમથી કરવા માંગતા હતા. એટલા માટે એમને હાલ એ સેલિબ્રેશન કર્યું હતું જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Swara Bhasker (@reallyswara)

સાઉથ ઇન્ડિયન દુલ્હન બની સ્વરા ભાસ્કર 
સ્વરા ભાસ્કરે આ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે, જેમાં તે મરુન અને ગોલ્ડન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સાથે જ તેને હાથોમાં મહેંદી, લાલ બંગડી, નાકની વીંટી, કપાળની પટ્ટી અને વાળમાં ગજરો લગાવ્યો છે અને  સાઉથ ઇંડિયન દુલ્હન બની છે. જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે કોર્ટ મેરેજ કર્યા હતા. 

જો સમાચારની વાત માનીએ તો બંનેની મુલાકાત વર્ષ 2019-2020માં આંદોલન દરમિયાન થઈ હતી અને આ દરમિયાન બંને મિત્રો બન્યા હતા અને ધીરે ધીરે પ્રેમમાં પડ્યા હતા અને આજે બંને કાયમ માટે એકબીજાના બની ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ