બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / After heavy rains in Ahmedabad, the condition of people has worsened

મુશળધાર / સાબરમતીમાં છોડાયું હજારો ક્યુસેક પાણી, રસ્તા પર બંધ વાહનોના થપ્પા થઈ ગયા: ભારે વરસાદ બાદ જુઓ અમદાવાદનો માહોલ

Malay

Last Updated: 09:46 AM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Ahmedabad: અમદાવાદમાં પડેલા ભારે વરસાદ બાદ લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે અનેક વાહનો બંધ થઈ જતાં લોકો રસ્તા પર જ પોતાના વાહનો આડેધડ મૂકીને ચાલ્યા ગયા હતા.

  • અમદાવાદમાં જળબંબાકારની સર્જાઈ સ્થિતિ
  • 24 કલાકમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો
  • શહેરમાં 6 અંડરપાસ બંધ કરાયા
  • વાસણા બેરેજના 12 દરવાજા ખોલાયા

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો. જે બાદ શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ચારેકોર પાણી-પાણી કરી નાખ્યું હતું. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં પૂર્વ વિસ્તારમાં 6.5 ઈંચ, દક્ષિણ વિસ્તારમાં 6.5 ઈંચ, મધ્ય વિસ્તારમાં 6.5 ઈંચ, નવા પશ્ચિમ વિસ્તારમાં સવા 6 ઈંચ, પશ્ચિમ વિસ્તારમાં 6 ઈંચ, ઉત્તર વિસ્તારમાં પોણા 6 ઈંચ વરસાદ પડ્યો છે. 

નીચણવાળાના વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા
અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે 6 અંડરપાસ બંધ કરાયા છે. વાસણા બેરેજના 12 દરવાજા ખોલાયા છે. 33,660 ક્યુસેક્સ પાણી સાબરમતી નદીમાં છોડાયું છે. જે બાદ  વાસણા બેરેજના નીચણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે.

લોકો પોતાના વાહનો રોડ પર મૂકીને ગયા 
અમદાવાદ શહેરમાં મુશળધાર વરસાદ પગલે જનજીવન પર ભારે અસર પડી છે. ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે અનેક વાહનો બંધ થઈ જતા લોકો રસ્તા પર જ પોતાના વાહનો આડેધડ મુકીને જતા રહ્યા હતા. તો વરસાદમાં ફસાયેલા કેટલાક લોકો પણ પોતાના વાહનો રસ્તા પર મૂકીને ચાલ્યા ગયા હતા. હાલ AEC બ્રિજ પર વાહનોની લાંબી કતાર જોવા મળી  રહી છે. માણેકબાગ પાસે મોટી સંખ્યામાં બંધ હાલતમાં વાહનો જોવા મળી રહ્યા છે. વરસાદી પાણી ઉતર્યા બાદ વાહનમાલિકો પોત-પોતાના વાહન લેવા માટે પહોંચી રહ્યા છે. 

ભારે વરસાદમાં પગલે શહેરમાં દિવાલ ધરાશાયી
ભારે વરસાદથી અનેક જગ્યાએથી નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વસ્ત્રાપુરના સેલરાજ એપાર્ટમેન્ટની દીવાલ ધરાશાયી થઈ છે. મોડી રાત્રે રહીશોએ તંત્રને જાણ કરી છતાં હજુ સુધી કામગીરી કરવામાં આવી નથી. ફાયર વિભાગની ટીમે સ્થળે પહોંચી માત્ર ચેકિંગ કરીને સંતોષ માન્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તંત્રની નબળી કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે, ગત મોડી રાતથી મદદ માટે જાણ કરી છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ