બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / after get drunk senior badminton player and coach Rahul Kumar of molest two women badminton player

ઝારખંડ / કોચ સરે દારૂ પીને કરી છેડછાડ, દેશની બે મહિલા બેડમિન્ટન ખેલાડીઓએ કર્યા સનસનીખેજ આક્ષેપ

Megha

Last Updated: 12:10 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ છેડતીની ઘટના બે વખત થઇ છે. પહેલી 25 મે અને બીજી 31 મે ના રોજ થઈ હતી.

  • કોચ રાહુલ કુમાર પર છેડછાડનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો
  • હાલ પોલીસ આ વાતની જાંચ કરી રહી છે. 
  • રાહુલ આ બધા આરોપને ખોટા કહી રહ્યા છે. 

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જીલ્લામાં બે મહિલા બેડમિન્ટન ખેલાડીઓ દ્વારા સીનીયર ખેલાડી અને કોચ રાહુલ કુમાર પર છેડછાડનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. બંને મહિલા ખેલાડીઓએ આ વાતને લઈને ચાઈબાસા સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે હાલ પોલીસ આ વાતની જાંચ કરી રહી છે. 

મહિલા ખેલાડીઓએ જણાવ્યું હતું કે ચાઈબાસા ઇનડોર સ્ટેડીયમમાં સીનીયર ખેલાડી અને કોચ રાહુલ કુમારે એમની સાથે છેડતી કરી અને બંનેને પરેશાન કરી હતી. સાથે જ ધમકાવતા કહ્યું હતું કે જો કોઈને કહેશો તો તેનો અંજામ સારો નહીં આવે. 

આ કેસમાં જીલ્લા ખેલ પદાધિકારીને પણ મહિલા ખેલાડીઓ એ શંકાના દાયરામાં લાવ્યા છે. વાત એમ છે કે આ છેડતીની ઘટના બે વખત થઇ છે. પહેલી 25 મે અને બીજી 31 મે ના રોજ થઈ હતી. પહેલી મહિલા ખેલાડીએ આ વિષે 2 જુનના રોજ જીલ્લા ખેલ પદાધિકારીને ફરિયાદ કરી હતી અને બીજી મહિલા ખેલાડીએ 6 જુનના દિવસે શિકાયત કરી હતી. 

બે વખત મહિલા ખેલાડીઓ એ ફરિયાદ કરી હતી છતાં પણ જીલ્લા પદાધિકારી એ આરોપી રાહુલ કુમાર સામે કોઈ કાર્યવાહી ન કરી. અંતે કંટાળીને બંને મહિલા ખેલાડીઓએ રવિવારે એક સાથે ચાઈબાસા સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એક મહિલા ખેલાડીએ જણાવ્યું છે કે 31 મેની રાત્રે તેમના કોચ રાહુલે દારૂના નશામાં છેડતી કરી હતી અને એ પછી એ જ રાત્રે એ મહિલા ખેલાડી તેના ઘરે પાછી ચાલી ગઈ હતી. 

બીજી મહિલા ખેલાડીએ ફરિયાદમાં કહ્યું છે કે 25 ના દિવસે સવારે 8:૩૦ ની આસપાસ રાહુલ કુમાર જે એમના સિનયર છે આજે સાથે જ ઝારખંડના કોચ છે એમને તેમની સાથે છેડતી કરી હતી અને દુરવ્યવહાર કર્યો હતો. હાલ પોલીસ આ વાતની જાંચ કરી રહી છે અને રાહુલ આ બધા આરોપને ખોટા કહી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ