બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / after akshay kumar hugh jackman asked for rumor hugh jackman is gay

Entertainment / અક્ષય કુમાર બાદ હવે આ સુપરસ્ટારની ગે હોવાની અફવા, ગૂગલ પર સર્ચ થઈ રહ્યા છે સવાલ

Manisha Jogi

Last Updated: 03:14 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેકમેન હોલીવુડના ફેમસ અભિનેતા છે. આ અભિનેતા ‘ધ વોલ્વરીન’ માટે ફેમસ છે. જેકેમને અનેક ફિલ્મો કરી છે, છેલ્લે તેમણે ફિલ્મ ‘ધ સન’માં કામ કર્યું હતું. હાલમાં જેકમેન ગે હોવાની અફવા ફેલાઈ રહી છે.

  • જેકમેન હોલીવુડના ફેમસ અભિનેતા
  • જેકમેન ગે હોવાની અફવા ફેલાઈ
  • જાણો શું છે આ અફવા પાછળનું સત્ય

જેકમેન હોલીવુડના ફેમસ અભિનેતા છે. આ અભિનેતા ‘ધ વોલ્વરીન’ માટે ફેમસ છે. જેકેમને અનેક ફિલ્મો કરી છે, છેલ્લે તેમણે ફિલ્મ ‘ધ સન’માં કામ કર્યું હતું. વર્ષ 2022માં આવેલ આ ડ્રામા સીરિઝમાં પીટર મિલરની ભૂમિકા ભજવી હતી. જેકમેને ‘ધ વોલ્વરીન’નું પાત્ર ભજવીને એક અલગ ઓળખ બનાવી છે. જેકમેનના ફેન ઈન્સ્ટાગ્રામ પર તેમને ફોલો કરે છે. હાલમાં જેકમેન એક અફવાને કારણે ચર્ચાનો વિષય બની ગયા છે. 

જેકમેન બાબતે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે કે, ‘શું હ્યૂ જેકમેન ગે છે?’ આ અફવા ક્યારે અને કેવી રીતે ફેલાઈ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. વર્ષ 2003માં ફિલ્મ ‘ધ બોય ફ્રોમ ઓજેડ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જેકમેને સિંગર પીટર એલેનનું પાત્ર ભજવ્યું હતું અને તેમના કો-એક્ટર જારોડ એમિકને લોન્ગ લિપ કિસ કરી હતી. ત્યારથી અફવા ઉડવા લાગી હતી કે, તે ગે (સમલૈંગિક) છે. એક્ટર જેકમેને વર્ષ 2018માં યૂએસ રેડિયો પર જણાવ્યું હતું કે, ‘મેં માત્ર મારા હોઠ બંધ કર્યા હતા. મને ખૂબ જ હસવું આવી રહ્યું હતું. જેથી હું તેને કિસ કરતો રહ્યો. મેં વિચાર્યું જ્યાં સુધી મારું હસવાનું બંધ નહીં થાય ત્યાં સુધી આમ જ રહીશ. મારી બોડી હલી રહી હતી તેથી આ પ્રકારની અફવા ઉડવા લાગી.’

જેકમેને વર્ષ 1996માં ડેબોરા-લી ફર્નેસ સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા. ડેબોરા-લી ફર્નેસ અને જેકમેનની પહેલી મુલાકાત ઓસ્ટ્રેલિયાના ટીવી શોના સેટ પર થઈ હતી. ડેબોરા જેકમેન કરતા 13 વર્ષ મોટી છે. જેકમેન અને ડેબોરાને વિશ્વના બેસ્ટ કપલમાંથી એક કપલ કહેવામાં આવતું હતું. લગ્નના 27 વર્ષ પછી વર્ષ 2023માં તેમના ડાયવોર્સ થયા હતા. 

વધુ વાંચો: ફરીવાર શરણાઇથી ગૂંજી ઉઠશે બોલિવુડ ઇન્ડસ્ટ્રી: ત્રણ વરસના ડેટિંગ બાદ રકુલ પ્રીત-જેકી ભગનાની માંડશે પ્રભુતામાં પગલાં

અક્ષય કુમાર બાબતે પણ અફવા ફેલાઈ
બોલિવુડ એક્ટર અક્ષય કુમાર બાબતે પણ આ પ્રકારની અફવા ઉડી હતી. અક્ષય કુમાર કરણ જોહરના શોમાં આવ્યા હતા, ત્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તેમના વિશે કંઈ અજીબોગરીબ અફવા સાંભળી છે? જેના જવાબમાં અક્ષય કુમારે જણાવ્યું કે, ‘કેટલાક લોકોને એવુ લાગતું હતું કે, તેઓ ગે છે. મારા વિશે એવું પણ લખવામાં આવ્યું હતું કે, હું સૈફ અલી ખાન અને તુષાર કપૂર સાથે રિલેશનશીપમાં છું.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ