બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / વિશ્વ / afghanistan president ashraf ghani denied claims of theft of 16 crore dollars

અફઘાનિસ્તાન / પૈસા લેવાનો તો શું, જૂતાં પણ પહેરવાનો ટાઈમ ન્હોતો, ભાગી ગયેલા અફઘાન રાષ્ટ્રપતિનો ચોરીના આક્ષેપો પર મોટો ખુલાસો

Mayur

Last Updated: 11:46 AM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનનિસ્તાનના ભાગી ગયેલા રાષ્ટ્રપતિ અશરફ ગની હવે સામે આવ્યા છે. તેમણે સંયુક્ત આરબ અમીરાતમાં અક્ષરો લીધો છે અને ત્યાંથી તેમણે એક વિડીયો જાહેર કર્યો હતો.

અફઘાનિસ્તાનના ભાગેડુ રાષ્ટ્રપતિ અશરફ ગની સરકારી ધનભંડોળમાંથી 12 અબજ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હોવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ મામલે  હવે તેમનો ખુલાસો આવ્યો છે. 

જૂતાં પહેરવાનો પણ સમય નહોતો
અશરફ ગની ભાગીને સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા હતા અને ત્યાર બાદ બુધવારે તેમણે એક વિડીયો મેસેજ જાહેર કરીને કહ્યું હતું કે કબૂલણે તાલિબાનોએ ઘેરી લીધું હતું અને ત્યાં ખૂનની નદીઓ ન વહી જે એ અટકવવા માટે તેઓ દેશ છોડીને ભાગી ગયા હતા. તેમણે કહ્યું હતું કે મારા પાસે પૈસા તો શું સેન્ડલ ઉતારીને જૂતાં પહેરવાનો પણ સમય નહોતો બચ્યો. 

 

તેમણે કહ્યું હતું કે હું માત્ર એક વેસ્ટકોટ અને થોડા કપડાં લઈને ગયો હતો. મારુ ચરિત્રહનન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે પરંતુ હું કોઈ પૈસા લઈને ભાગ્યો નથી. મારા પર લગાવવામાં આવી રહેલા આક્ષેપો પાયાવિહોણા છે. તમે કસ્ટમ વિભાગના અધિકારીઓને પૂછી લો. મારી પાસે તો સેન્ડલ ઉતારીને જૂતાં પહેરવા જેટલો પણ સમય બચ્યો નહોતો. મને અફઘાનિસ્તાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. 

આંતરરાષ્ટ્રીય પોલીસને ગનીણે પકડવા માટે માંગ કરાઈ 
યુનાઈટેડ આરબ અમીરાતમાં રોકાયેલા અશરફ ગનીએ કહ્યું હતું કે જો હું કાબુલમાં રોકાયો હોત તો કાબુલમાં લોહીની નદીઓ વહી જાત અને હું તેનો સાક્ષી બનત. મે સરકારી અધિકારીઓની સલાહ પર અફઘાનિસ્તાન છોડી દીધું છે. કાબુલમાં સતત સઘર્ષ યમન કે સિરીયા જેવો ન થઈ જવો જોઈએ. આઅ જ કારણથી મે દેશ છોડી દીધો હતો. 

આના પહેલા અશરફ ગની પર સરકારી ખજાનામાંથી 16.9 કરોડ ડોલર ચોરી લેવાના આરોપો લાગ્યા હતા. અને આતંરરાષ્ટ્રીય પોલીસને અશરફ ગનીની ધરપકડ કરવા માટે માંગ કરવામાં આવી હતી. 

તાલિબાનના કબૂલ પહોંચ્યા બાદ ગણી રવિવારે અફઘાનિસ્તાન છોડીને તાજિકિસ્તાન જતાં રહ્યા હોવાની વાત મળી હતી. ત્યાર બાદ બુધવાર સુધી તેમના કોઈ સમાચાર ન્હોતા.  તેમના ઠેકાણાની ભાળ મળી ન્હોતી પરંતુ હવે માનવતાના આધારે તેમણે યુએઇ માં રહેવાની પરમીશન મળી ગઈ છે. રાજદૂત મોહમ્મદ જાહિર અઘબારે બુધવારે કહ્યું હતું કે ગણી રાજ્યના ખજાનામાંથી 16.9 કરોડ ડોલર ચોરી ગયા છે અને રાષ્ટ્રને વિશ્વાસઘાત કર્યો છે.  પરંતુ આ આરોપો હવે અશરફ ગનીએ નકારી કાઢ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ