બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / ADILQADRI PERFUME ENTERS IN PHYSICAL MARKET
ઓનલાઈન સફળતા બાદ હવે લોકલ માર્કેટમાં પ્રવેશ
આદિલ કાદરીએ હવે પોતાના વિશાળ બિઝનેસનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે અને લોકલ માર્કેટમાં પ્રવેશવા સાથે જ તેઓ પોતાના માટે બાકી રહેલા એક માત્ર અવરોધને પણ સર કરવા જઈ રહ્યા છે.
ADVERTISEMENT
માણસના જીવનમાં સુગંધનું મહત્વ
સુગંધની આપણી ઘ્રાણેન્દ્રિય અને દિમાગ પર એક અલગ જ અસર થતી હોય છે. સારી ખુશ્બુ આપણો આત્મવિશ્વાસ વધારે છે, સ્ટ્રેસ ઓછો કરે છે અને ઇન્દ્રિયો સતેજ કરે છે. અત્તરનો ઉપયોગ કરનાર લોકોનો સુગંધ માટે લગાવ સતત વધતો જાય છે અને જે લોકો અત્તરનાં શોખીન હોય છે તે લોકો એવો ખાસ આગ્રહ રાખતા હોય છે કે તેઓ જાતે એક વાર સુગંધનો અનુભવ કરી શકે.

ADVERTISEMENT
અત્તરના ચાહકો માટે ખુશીના સમાચાર
હમણાં સુધી આદિલ કાદરી માત્ર ઓનલાઈન હાજર હોવાના કારણે અમુક ગ્રાહકો સુધી પહોંચી શક્યું ન્હોતું. કારણ કે ઘણા શોખીનો એવો આગ્રહ રાખતા હોય છે કે તેઓ જે અત્તર ખરીદે છે તેનો અનુભવ પણ તેમણે કર્યો હોય. હવે આદિલ કાદરી આ બાધા પણ હવે દૂર કરવા જઈ રહ્યા છે. લોકલ માર્કેટ્સ દ્વારા આ ગ્રાહકોને પણ આદિલ કાદરી પહોંચી વળવાનો પ્રયત્ન કરશે.
હવે ડિલિવરીની ઝડપ અને ખર્ચ પણ ઘટશે
સાથે તેઓ પોતાની ઇ-કોમર્સ વેબસાઇટ માટે પ્રોડક્ટ ડિલિવરીની ઝડપ વધારવા માટે પણ પ્રયત્નશીલ છે. હવેથી ગ્રાહકે ઓનલાઈન ખરીદેલી પ્રોડક્ટ તેને નજીકના જ સ્ટોર્સમાંથી ડિલિવર કરી આપવામાં આવશે. જેના કારણે મેઇન બ્રાન્ચ ઓફિસથી પ્રોડક્ટને આવતા જે સમય અને ખર્ચ થાય છે તેને પણ ઓછો કરી શકાશે.
ADVERTISEMENT
ચિખલી (મુંબઇ-અમદાવાદ હાઇવે) ખાતે ખૂલ્યો પ્રથમ સ્ટોર
''આદિલ કાદરી ઓનલાઈન ફ્રેગરન્સ એન્ડ ઈસ્લામિક સ્ટોર'' ના સ્થાપક શ્રી આદિલ કાદરીએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તેઓ હવે તેમની બ્રાંડનાં વિકાસ માટે ફિઝિકલ માર્કેટમાં પણ પ્રવેશી રહ્યા છે. અત્તરની આ બ્રાન્ડ ફિઝિકલ માર્કેટમા તેઓના પ્રવેશનું માર્કેટિંગ પણ શરૂ કરી ચૂક્યું છે અને ચિખલી ખાતે તેઓનો પ્રથમ બ્રાન્ડ આઉટલેટ પણ ખૂલી ગયો છે. આ સ્ટોર મુંબઈ-અમદાવાદ હાઇવે પર આવેલો છે. આદિલ કાદરીએ ઓછા સમયમાં પોતાની બ્રાન્ડનો વ્યાપ વધારવા માટે ફ્રેન્ચાઇઝ પ્રપોઝલ્સને પણ આમંત્રણ આપ્યું હતું.
અત્તર- પ્રાચીન સમયથી માનવ સભ્યતાનો મહત્વનો હિસ્સો
આદિલ કાદરીએ ફિઝિકલ માર્કેટમાં પ્રવેશની જાહેરાત કરતાં સમયે કહ્યું હતું કે, 'આપણાં પ્રાચીન સંસ્કૃતિ અને વારસામાં અત્તર ખૂબ ઊંડા મૂળિયાં ધરાવે છે. સમય સાથે તે સભ્યતાનો એક મહત્વનો હિસ્સો બની ગયું હતું. અત્તર મન, આત્મા અને શારીરિક પીડા દૂર કરવા માટેનો એક ઉત્તમ ઉપચાર છે.
જો કે FMCG એટલે કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓ દ્વારા ડીઓડરન્ટને મળી રહેલા વધારે પડતા પ્રાધાન્યને કારણે આજે અત્તર ધીમે ધીમે આપણા રોજિંદા જીવનમાંથી તેમનું સ્થાન ગુમાવી રહ્યા હોય એવું લાગે છે. પરંતુ આદિલ કાદરી બ્રાન્ડ ઓફલાઇન તેનો બિઝનેસ વધારીને કરોડો લોકો સુધી પહોંચશે અને ફરી લોકોના જીવનમાં અત્તરનું સ્થાન પ્રસ્થાપિત કરશે.'
ADVERTISEMENT

ટૂંક સમયમાં મોટું માર્કેટ સર કર્યું
આદિલ કાદરી બ્રાન્ડની સ્થાપનાં 2018 માં થઈ હતી. ટૂંક સમયમાં જ તે અત્તરના ચાહકો માટે મનગમતી બ્રાન્ડ બની ગઈ હતી. જે લોકો ઓનલાઈન ખરીદી કરે છે તેમના માટે તો આદિલ કાદરી એક શ્રેષ્ઠ વિકલ્પ બની ગઈ હતી.
ADVERTISEMENT
ઉંમર પ્રમાણે મળે છે સુગંધની ફ્લેવર
આદિલ કાદરી સ્ત્રીઓ અને પુરુષોને ઉંમર પ્રમાણે વિવિધ પ્રકારની સુગંધ આપનારા અત્તર પૂરા પાડવાનો એક ઉત્તમ પ્રયાસ કરતી સારી બ્રાન્ડ છે. અત્તરની ક્વોલિટી અને લાંબા સમય સુધી રહેતી સુગંધ આ બે પાસાં આદિલ કાદરીને બીજી કોઈ પણ બ્રાન્ડ કરતાં અલગ પાડે છે અને કસ્ટમર માટે એક અલગ જ છાપ ઊભી કરે છે.
આદિલ કાદરીની કેટલીક જાણીતી પ્રોડક્ટ
આદિલ કાદરીના કેટલાક્ જાણીતા અત્તરમાં શનાયા અત્તરનો સમાવેશ થાય છે. ઉદ-અલ-હાશ્મી અને આદિલ કાદરી મસ્ક-અલ ગઝલી પણ વખણાયેલ અત્તર છે. માણસને રોજિંદા જીવનમાં કામ લાગે એવી બીજી કેટલીક વસ્તુઓ પણ તેઓ બનાવે છે જેમ કે ટી-શર્ટ, ઈસ્લામિક ટોપી, બખુર અને અગરબત્તી વગેરે પણ તેઓ બનાવે છે અને આ પ્રોડક્ટ્સ પણ ઓનલાઈન મોટાપાયે વેચાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.