બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / add these foods in diet to clean or purify blood naturally

Health / હળદર, બીટ, ગોળ અને...: લોહીમાં જમા ગંદકી ખેંચીને બહાર કાઢી નાંખે છે આ 5 ફૂડ

Manisha Jogi

Last Updated: 01:08 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોહી શરીરના તમામ અંગો સુધી ઓક્સિજન અને પોષકતત્ત્વો પહોંચાડવાનું કામ કરે છે. લોહી અશુદ્ધ હોવાને કારણે સ્કિન પ્રોબ્લેમ, બેડ કોલસ્ટ્રોલ, હાઈ યૂરિક એસિડ જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. લોહીને નેચરલી શુદ્ધ કરવા માટે ડાયટમાં કયા ફૂડ શામેલ કરવા જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

લોહી શરીરના તમામ અંગો સુધી ઓક્સિજન અને પોષકતત્ત્વો પહોંચાડવાનું કામ કરે છે. આ કારણોસર લોહી શુદ્ધ હોવું જરૂરી છે. અયોગ્ય જીવનશૈલી, અનહેલ્ધી ડાયટ અને પ્રદૂષણને કારણે શરીરમાં ટોક્સિન્સ જમા થવા લાગે છે, જેથી લોહી અશુદ્ધ થાય છે. લોહીમાં રહેલ અશુદ્ધિઓને કારણે ઈમ્યૂનિટી નબળી પડવા લાગે છે, જેથી અનેક બિમારીઓ થવાનું જોખમ રહે છે. લોહી અશુદ્ધ હોવાને કારણે સ્કિન પ્રોબ્લેમ, બેડ કોલસ્ટ્રોલ, હાઈ યૂરિક એસિડ જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. લોહીને નેચરલી શુદ્ધ કરવા માટે ડાયટમાં કયા ફૂડ શામેલ કરવા જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

લોહી શુદ્ધ કરતા શાકભાજી
લીલા શાકભાજી

પાલક અને કેળા જેવા લીલા શાકભાજીનું સેવન કરવાથી શરીરમાં અનેક પોષકતત્ત્વોની આપૂર્તિ થાય છે. લીલા શાકભાજીમાં બીટા કેરોટીન અને વિટામીન જેવા પોષકતત્ત્વો રહેલા છે. બીટા કેરોટીન વિટામીન-Aમાં બદલાઈ જાય છે, જેથી ઈમ્યૂનિટીમાં વધારો થાય છે. 

ફળ-
સફરજન, નાશપતી, બેરીઝ અને સંતરા લોહીને નેચરલી શુદ્ધ કરવાનું કામ કરે છે. આ ફ્રુટમાં ભરપૂર માત્રામાં વિટામીન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. નિયમિતરૂપે આ ફ્રુટનું સેવન કરવાથી લોહીમાં રહેલ ટોક્સિન્સ દૂર થાય છે. 

ગોળ-
ગોળ એક નેચરલ બ્લડ પ્યૂરિફાય છે, જે શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર કાઢવાનું કામ કરે છે. ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જેથી હીમોગ્લોબિનમાં વધારો થાય છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. 

બીટ-
લોહીમાં વૃદ્ધિ કરવા માટે બીટનું સેવન કરવું જોઈએ. બીટનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને બોડી ડિટોક્સ કરવામાં મદદ કરે છે. બીટમાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ્સથી લિવર ડેમેજ થવાની સંભાવના ઓછી થાય છે. 

હળદર- 
હળદરમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ, એન્ટી-બૈક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે, જે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. દરરોજ એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર નાખીને તેનું સેવન કરવું જોઈએ.  

વધુ વાંચો: હાથ-પગમાં દેખાવા લાગે આવા લક્ષણ તો સમજી જજો વધી ગયું છે કોલેસ્ટ્રોલ, હોઈ શકે હાર્ટએટેકનો ખતરો

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ