બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Adani Wilmar halts all Fortune ads featuring Sourav Ganguly

રોક / અદાણીએ સૌરવ ગાંગુલી સાથેની આ જાહેરાતો પર લગાવી દીધી રોક, કારણ તમે પણ જાણો છો

Published By: Divyesh

Last Updated: 08:09 AM, 5 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની Adani Wilmar (અદાણી વિલ્મરે) પોતાની Fortune Rice Bran (ફોર્ચ્યૂયન રાઇસ બ્રાન) કુકિંગ ઓઇલની બધી જાહેરાત પર રોક લગાવી દીધી છે જેમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની અને BCCI પ્રમુખ સૌરવ ગાંગૂલીને દેખાડવામાં આવે છે.

  • અદાણી વિલ્મરે સૌરવ ગાંગૂલીની જાહેરાત રોકી
  • ગાંગૂલીને હાર્ટ એટેક આવ્યા બાદ કરાઇ હતી એન્જ્યોપ્લાસ્ટી
  • ગાંગૂલીને હાર્ટ એટેક આવતા સોશિયલ મીડિયાના યૂઝર્સના નિશાન પર આવી કંપની


ગાંગૂલીને શનિવાર હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર કંપનીની જાહેરાતને લઇને મજાક ઉડાડવામાં આવી રહી હતી. આ મામલા સાથે જોડાયેલા બે અધિકારીઓ આ અંગેની જાણકારી આપી છે. 

કંપનીની જાહેરાતથી નજીક જોડાયેલા એક સૂત્ર દ્વારા જણાવામાં આવ્યું કે સૌરવ ગાંગૂલીવાળી જાહેરાતને બધા પ્લેટફોર્મ પરથી હાલ દૂર કરવામાં આવી છે. બ્રાંડની ક્રિએટિવ એજન્સી Ogivy & Mather આ મામલાને જોઇ રહી છે અને નવા કેમ્પન પર કામ કરી રહી છે.

સૌરવ ગાંગૂલીને ગત વર્ષે જાન્યુઆરીમાં Fortune Rice Bran ઓઇલનો બ્રાંડ એમ્બેસેડર બનાવામાં આવ્યો હતો. લોકડાઉન પીરિયડ દરમિયાન બનાવામાં આવેલ જાહેરાતમાં તેઓ હાર્ટ ની દેખરેખ રાખવાનું જણાવતા જોવા મળે છે. 

સોશિયલ મીડિયા પર મજાક

સૌરવ ગાંગૂલીને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો અને તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. કોલકાતાના Woodlands Hospital સોમવારે ટ્વિટ કર્યું કે ગાંગૂલી તબિયત સ્થિર છે અને તેને જલ્દી જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

ગાંગૂલીને હાર્ટ એટેક આવ્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ ફોર્ચ્યુન બ્રાંડ સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાના પર આવી ગયું. લોકોએ બ્રાંડ એંડોર્સમેંટ પર સવાલ ઉભા કરવાનું શરુ કરી દીધું. તેઓનું કહેવું હતું કે Adani Wilmar તેલનું આયાત કરે છે અને ખબર નહીં સેલિબ્રિટીઝ જે વસ્તુઓની જાહેરાત કરે છે, તેઓ આ વસ્તુનો ઉપયોગ કરે છે કે નહીં. 

પૂર્વ ક્રિકેટ કીર્તિ આઝાદે ટ્વિટર પર ગાંગૂલીને જલ્દી સ્વસથ થવાની શુભકામના આપતા બ્રાંડના કેમ્પેઇનની ટીકા કરી છે. અને લખ્યું છે કે, Dada@SGanguly99getwellsoon. હંમેશા તપાસ કરી પ્રોડ઼કટ્સનું પ્રમોશન કરવું જોઇએ. Be self-conscious and careful. God bless. 

ફોર્ચ્યુયન કંપનીનો છે દબદબો
Adani Wilmar ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની છે. સોયાબીન, સરસો, રાઇશ બ્રાન અને મગફળીનું તેલ વેચવા સિવાય કંપની Alife બ્રાંડથી સાબુ અને સેનિટાઇઝરનું પણ વેચાણ કરે છે. કંપનીના આંકડા મુજબ 12 લાખ ટનના બ્રાંડેડ રાઇસ બ્રાન ઓયર માર્કેટમાં ફોર્ચ્યૂન 35 ટકા માર્કેટ શેરની સાથે પહેલા સ્થાન પર છે.

કંપનીએ 2013માં રાઇસ બ્રાન એડિબલ ઓઇલ ઉતાર્યું હતું. દેશમાં ખાદ્ય તેલનું કુલ માર્કેટ 2.2 કરોડ ટન છે જેમાં 1.1 કરોડ બ્રાંડેડ છે. જેમાં ફોર્ચ્યુયનની માર્કેટમાં ભાગીદારી 20 ટકા છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Gautam Adani Sourav Ganguly ગૌતમ અદાણી સૌરવ ગાંગૂલી adani group

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ