ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગુજરાત / actress Kangana Ranaut post Dwarka temple photo gone viral what about security

વિવાદ / સુરક્ષા નિયમોમાં VIP અને સામાન્ય માણસોમાં ભેદભાવઃ કંગનાએ ગર્ભગૃહના ફોટા વાઈરલ કરતા વિવાદ

Published By: Gayatri

Last Updated: 02:56 PM, 14 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડની અભિનેત્રી કંગના કંઈ પણ કરે તો વિવાદ તેનો પીછો નથી છોડતો હાલમાં તે ગુજરાતમાં આવેલ દેવસ્થાનોની મુલાકાતે છે ત્યારે દ્રારકા ગર્ભગૃહમાંથી પોસ્ટ કરેલો ફોટો વાઈરલ થયો છે અને આ અંગે સુરક્ષા તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે અને વિવાદ થયો છે.

ADVERTISEMENT

  • કંગના કેમ પહોચી દ્વારકાધીશના દર્શને
  • આજે સોમનાથની મુલાકાતે ત્યાંથી પણ મૂક્યા વીડિયો
  • સુરક્ષાતંત્ર કેમ નથી લેતું કોઈ પગલા 

બોલિવુડ અભિનેત્રી કંગન રનૌત ફરી એક વખત વિવાદમાં આવી છે. દ્વારકાની મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં ફોટોગ્રાફી અને મોબાઈલ લઈને જતા વિવાદ થયો છે. કંગના રનૌતે સોશિયલ મીડિયામાં ફોટો મુકતા વિવાદ થયો છે. ગર્ભગૃહના ફોટાઓ વાયરલ થતા સુરક્ષા તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે. આ ફોટા વાયરલ થતા લોકોએ અનેક સવાલ કર્યા છે.

photo on twitter @KanganaTeam

કંગના દ્વારકામાં શું કરતી હતી
આજે બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે દ્વારકાધીશના ચરણે શિશ ઝૂકાવ્યું હતું. ધાર્મિક ભક્તિભાવમાં માનનારી કંગનાએ ભગવાન દ્વારકાધીશ જગતમંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તે લાલચટ્ટાક ડ્રેસ પહેરી દ્વારકા મંદિર પહોંચી હતી. કંગના રનૌતે અને ભગવાન દ્વારકાધીશની પાદુકાનું પૂજન કર્યું હતું. તેમજ 14 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી પોતાની આગામી ફિલ્મ માટે પ્રાર્થના પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કંગના પહેલીવાર દ્વારકા પહોંચી હતી. જ્યાં તેણે દ્વારકાધીશની સાથે નાગેશ્વરના પણ દર્શન કર્યા હતા. 

કંગના રનૌત આજે સોમનાથને ચરણે
કંગના આજે સોમનાથ ભગવાનને શરણે છે. અને ત્યાંથી પણ તેણે મંદિરના વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યા છે. સામાન્ય માણસ માટે પ્રતિબંધિત બાબતો સેલીબ્રિટી માટે કેમ લાગુ નથી કરવામાં આવતી અને આ અંગે સુરક્ષા તંત્ર કેમ કંઈ બોલતુ નથી તેવું પણ સોશિયલ મીડિયામાં ઘમાસાણ ચાલ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Dwarka Kangana Ranaut gujarat pooja somnath mahadev ગુજરાતી ન્યૂઝ દ્વારકા સોમનાથ મહાદેવ Dispute

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ