બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ચેન્નાઈના એપાર્ટમેન્ટમાં એક તમિલ ફિલ્મ અભિનેત્રીની લાશ મળવાનાં કારણે હડકંપ મચી ગયો છે.
મૃતક દીપા તમિલ ફિલ્મોની જુનિયર કલાકાર હતી, જેની લાશ રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. જ્યારે તેનો એક મિત્ર તેના એપાર્ટમેન્ટ પહોંચી ત્યારે મોતનો ખુલાસો થયો હતો. પોલીસે અભિનેત્રીના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
મૃતકની ઓળખ 29 વર્ષની તમિલ અભિનેત્રી દીપા તરીકે થઈ છે. ચેન્નાઈથી પ્રાપ્ત માહિતી અનુસાર, દીપા એક જુનિયર આર્ટિસ્ટ હતી, જે તમિલ ફિલ્મ વૈથામાં તેના રોલ માટે જાણીતી છે. આ ફિલ્મમાં તેણે યાદગાર રોલ કર્યો હતો. તે ફિલ્મોમાં કામ શોધવા માટે વિરુગમ્બક્કમના એક એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી.
શનિવારે જ્યારે દીપાની એક મિત્ર તેના એપાર્ટમેન્ટમાં પહોંચી ત્યારે દીપાની લાશ રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હતી. ખરેખર, દીપાના સંબંધીઓ તેના મોબાઇલ પર ફોન કરી રહ્યા હતા, પરંતુ તે ફોન ઉપાડતી ન હતી. અનેકવાર ફોન કરવા છતાં પણ તેના ફોન પર કોઈ જવાબ ન મળતાં પરિવારજનોએ તેના મિત્રને ફોન કરીને આ અંગે જાણ કરી હતી
ADVERTISEMENT
આ પછી દીપાની મિત્ર પોતે વિરુગમ્બક્કમ સ્થિત તેના એપાર્ટમેન્ટમાં પહોંચી હતી. જ્યારે તે દીપાના રૂમમાં પ્રવેશી ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. ત્યાં દીપાની લાશ સીલિંગ ફેન સાથે લટકતી હતી. તરત જ મિત્રએ પોલીસને ફોન પર ઘટનાની જાણ કરી અને તેના સંબંધીઓને પણ તેની જાણ કરી હતી.
માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ વિરુગમ્બક્કમના તે એપાર્ટમેન્ટમાં પહોંચી હતી. ઘટનાસ્થળે પોલીસે તપાસ કરીને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે રૂમની સઘન તપાસ કરી હતી. જોકે, ત્યાંથી કોઈ સુસાઈડ નોટ મળી હોવાની કોઈ માહિતી નથી.
ADVERTISEMENT
પોલીસે એપાર્ટમેન્ટ અને આસપાસના વિસ્તારોમાં લગાવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ મંગાવીને તપાસ આગળ ધપાવી છે. આ કેસમાં પોલીસે CrPCની કલમ 174 હેઠળ કેસ નોંધ્યો છે. વધુ તપાસ ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.