ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
એક લાખનો અધધધ દંડ
નોંધનીય છે કે, ઓડીશા પોલીસે એક બ્રાંડ ન્યૂ સ્કૂટરને અટકાવ્યુ હતું અને તેના માલિકની પૂછપરછ બાદ ડીલરને સીધો એક લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સ્કૂટરના માલિકે ગત 28 ઓગષ્ટના રોજ ભુવનેશ્વર ખાતેથી ખરીદ્યું હતું.
ADVERTISEMENT
રજિસ્ટ્રેશન પ્લેટ ન લગાવવાના આરોપથી ફટકાર્યો દંડ
ADVERTISEMENT
12 મી સપ્ટેમ્બરના રોજ કટકના એક ચેકપોસ્ટ પર પરિવહન અધિકારીઓએ તેને અટકાવ્યું અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ દંડ વાહન પર રજિસ્ટ્રેશન નંબર ન હોવાના કારણે RTO એ ડીલરને રજિસ્ટ્રેશન પ્લેટ ન લગાવવાના આરોપસર ફટકાર્યો હતો. જેની રકમ એક લાખ રૂપિયા હતી.
ટ્રેડ લાયસન્સ રદ્દ કરવાના અપાયા આદેશ
ADVERTISEMENT
આપને જણાવી દઇએ કે, અધિકારીઓએ મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ ચલાણ કાપ્યું હતું. ત્યારબાદ, RTO એ ભુવનેશ્વરના અધિકારીઓને ડીલરનું ટ્રેડ લાયસન્સ રદ્દ કરવા માટે જણાવ્યું હતું, તેમણે કહ્યું કે, ડોક્યુમેન્ટ વગર વાહનની ડિલેવરી કેવી રીતે કરવામાં આવી.
ADVERTISEMENT
કટકના RTO દિપ્તી રંજન પાત્રોએ જણાવ્યું કે, જૂના મોટર વ્હીકલ અધિનિયમન હેઠળ ડીલરે ગ્રાહકોને વાહન સોંપતા પહેલા રજિસ્ટ્રેશન નંબર, ઈન્સ્યોરન્સ અને પોલ્યુશન સર્ટિફિકેટ સોંપવું જરુરી છે. વાહનની કિંમત 65000 ની આસપાસ છે.
ટ્રકને ફટકારાયો હતો 6 લાખનો દંડ
ADVERTISEMENT
નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ વાહનોના તાબડતોડ ચલાણ કાપવામાં આવી રહ્યા છે. કેટલીક વખત ચલાણની રકમ એટલી વધુ હોય છે કે લોકો હેરાન થઇ જાય છે. હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ઓડિસાના સંબલપુરમાં એક ટ્રક ડ્રાઇવરને 6 લાખ 53 હજાર 100 રૂપિયાનો દંડ ફટકારાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ