બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Action will be taken against those who spit in public in Vadodara

સાવધાન / જાહેરમાં થૂંકનારા ચેતી જજો, અમદાવાદ બાદ હવે આ શહેરમાં પણ કાર્યવાહી શરૂ, 33 વાહનચાલકને નોટિસ

Priyakant

Last Updated: 04:09 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: આ શહેરમાં જાહેરમાં થૂંકતા લોકોને દંડ ફટકારવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના CCTVથી વાહનચાલકો પર નજર રખાશે

  • વડોદરામાં જાહેરમાં થૂંકનારા સામે કરાશે કાર્યવાહી 
  • શહેરમાં જાહેરમાં થૂંકતા લોકોને દંડ ફટકારવાની કાર્યવાહી
  • કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના CCTVથી વાહનચાલકો પર નજર રખાશે
  • CCTVના આધારે 33 વાહનચાલકને નોટિસ ફટકારી
  • RTOમાંથી વિગત મેળવી 100 રૂપિયાનો દંડ ફટકારાશે

અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ જાહેરમાં થૂંકનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. જેના ભાગરૂપે હવે તંત્ર દ્વારા તમામ કવાયત કરી દેવાઈ છે. જે મુજબ શહેરમાં જાહેરમાં થૂંકતા લોકોને દંડ ફટકારવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના CCTVથી વાહનચાલકો પર નજર રખાશે. જે બાદમાં RTOમાંથી વિગત મેળવી 100 રૂપિયાનો દંડ ફટકારાશે. 

રાજ્યની મેટ્રો સિટી અમદાવાદમાં તાજેતરમાં જાહેરમાં થૂંકનારા વ્યક્તિઓ સામે તંત્રએ લાલ આંખ કરી હતી. આ તરફ હવે સંસ્કારી નગરી વડોદરામાં પણ આવો જ નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરામાં હવે જાહેરમાં થૂંકનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. જે મુજબ શહેરમાં જાહેરમાં થૂંકતા લોકોને દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. 

વડોદરામાં જાહેરમાં થૂંકતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં હવે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના CCTVથી વાહનચાલકો પર નજર રખાઇ રહી છે. જે મુજબ CCTVના આધારે 33 વાહનચાલકને નોટિસ ફટકારી છે. આ તરફ હવે RTOમાંથી વિગત મેળવી 100 રૂપિયાનો દંડ ફટકારાશે.  

Image result for <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/e-memo' title='E-memo'>E-memo</a> to spit on the road

અમદાવાદમાં તાજેતરમાં જ કરાયો છે નિર્ણય 
અમદાવાદમાં પાન-મસાલાના શોખીનો માટે ઝટકા સમાન સમાચાર આવ્યા છે. અમદાવાદમાં જાહેરમાં થૂંકનારને દંડ ફટકારવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકાએ જાહેરમાં રસ્તા પર પાન-મસાલા ખાઈ થૂંકી ગંદકી ફેલાવતા લોકોને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. શહેરમાં જાહેરમાં થૂંકનારને ઈ-મેમો ફટકારવામાં આવશે.

જાહેરમાં થૂંકનાર પર રખાશે બાજ નજર
શહેરના રસ્તા પર થૂંકનાર પર AMCના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી નજર રાખવામાં આવશે. જે બાદ મનપા આવા કેસોની વિગતો પોલીસને મોકલશે. છેલ્લા 2 મહિનાના 257 સ્પિટિંગ કેસ પોલીસને મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે, સુરતમાં પણ આ નિયમ લાગું થઈ ચૂક્યો છે. અહીં જાહેરમાં થૂંકનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

ગુજરાતના તમામ અનાજ ગોડાઉનમાં લગાવાશે અદ્યતન CCTV કેમેરા | Latest CCTV  camera install Grain Godowns in gujarat

સુરતમાં 18000 લોકો સામે કરાઈ કાર્યવાહી 
એક રિપોર્ટ મુજબ, સુરતમાં જાહેર રસ્તા પર થૂંકનારા 18,000 લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. શહેરનાં મેયર હેમાલી બોઘાવાળાએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત, સ્વચ્છ સુરત હેઠળ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા મહાનગરપાલિકા દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે. 

ગંદકી ફેલાવતા લોકો સામે કરાઈ રહી છે કાર્યવાહી
તેઓએ જણાવ્યું હતું કે, જાહેરમાં થૂંકતા અને ગંદકી ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર માધ્યમથી સુરત પોલીસ વિભાગના વિવિધ જાહેર સ્થળો ઉપર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરીને જાહેર સ્થળ પર થૂંકતા લોકોની ઉપર નજર રાખી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ