બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / આરોગ્ય / According to the experts of Human Genetics Institute of Ahmedabad, 33% genetic reasons are responsible for autism in children.

અમદાવાદ / બાળકને ઓટીઝમ થવા પાછળ જેનેટિક કારણો જવાબદાર, 101 બાળકોનો કેસ સ્ટડી થયો, મળ્યા ચોંકાવનારા તારણો

Vishal Khamar

Last Updated: 10:58 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં પ્રથમ વખત ઓટિઝમ અંગે સિસ્ટમેટિક જેનેટિક્સ સ્ટડી હાથ ધરાયો હતો. ઓટિઝમના લક્ષણો ધરાવતા ૧૦૧ બાળકોનાં કેસ સ્ટડી થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને કહ્યું છે કે દર 100 માંથી એક બાળકને આવા લક્ષણો હોય છે. પરંતું યોગ્ય સારવારથી તેને ઘટાડી શકાય છે.

  • હ્યુમન જેનેટિક્સ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ઓટિઝમ સર્વે હાથ ધરાયો
  •  ઓટિઝમ થવા પાછળ 33 ટકા જેનેટિક કારણ જવાબદાર
  • દર 100 માંથી એક બાળકને આવા લક્ષણો હોય છેઃ WHO

ગુજરાત સ્ટેટ ગુડ બોયોટેકનોલોજી મિશનનાં સહયોગથી અમદાવાદ સ્થિત હ્યુમન જેનેટિક્સ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા એક ઓટિઝમ સર્વે હાથ ધરાયો હતો. ત્યારે દેશમાં પ્રથમ વખત ઓટિઝમ અંગે થયેલા સર્વેમાં જાણવા મળ્યું કે ઓટિઝમ થવા પાછળ 33 ટકા જેનેટિક કારણ જવાબદાર હોય છે. ત્યારે ઓટિઝમનાં લક્ષણો ધરાવતા 101 બાળકોનો કેસ સ્ટડી કર્યા બાદ ડૉ. ફ્રેની શેઠ, ડૉ. હર્ષ શેઠ, ડૉ. દીપિકા જૈન, ડૉ. જયેશ શેઠ, ડૉ. કેતન પટેલ, ડૉ. જાનવી શાહે મહત્ત્વપૂર્ણ તારણ રજૂ કરતા કહ્યું હતું કે ૧૦૧માંથી ૩૩ બાળકોને ઓટિઝમ થવા પાછળ જેનેટિક જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતું. બાળકનાં મગજમાં જ્ઞાનતંતુઓને અસર કરતી બીમારી છે. ત્યારે બાળકનાં મગજમાં જ્ઞાનતંતુઓનું બારિક નેટવર્ક વિકસતા ઓછામાં ઓછો પાંચ વર્ષ જેટલો સમય થાય છે. જે બાદ જ ઓટિઝમનાં લક્ષણો સ્પષ્ટ થાય છે. તેમજ અમુક કિસ્સામાં બે થી અઢી વર્ષનાં બાળકોને ઓટિઝમની બીમારીથી પીડીત હોવાની પણ જાણવા મળે છે. 

મગજમાં રહેલી ખામીનાં કારણે બાળકો તાલમેલ મેળવી શકતા નથી
ઓટિઝમનું પુરૂ નામ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે. આ બીમારીમાં બાળક અંતર્મુખી બની જાય છે. તેમજ અન્ય લોકો સાથે તાલમેલ મેળવી શકતું નથી. જેનુ મુખ્ય કારણ તેનાં મગજમાં રહેલી ખામી છે જે બાળકોને લોકો સાથે તાલમેલ બનાવવામાં ખૂબ જ મુશ્કેલી ઉભી કરે છે. તેમજ લોકોની વાત સમજવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે.  જેથી બાળક તે લોકોથી દૂર રહે છે. 

દર 100 માંથી એક બાળકને આવા લક્ષણો હોય છેઃ WHO
જો ઓટિઝમની અસર તીવ્ર હોય તો બાળકો સામેવાળા વ્યક્તિનાં ઈશારા અથવા તેનાં શબ્દો તેમજ અવાજ તરફ ધ્યાન આપતી નથી. આજનાં આધુનિક સમયમાં ર્ડાક્ટરો દ્વારા તેની દવાની પણ શોધ કરી દેવામાં આવી છે. જો બાળકોને સમયસર સારવાર મળી રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને કહ્યું છે કે દર 100 માંથી એક બાળકને આવા લક્ષણો હોય છે. પરંતું યોગ્ય સારવારથી તેને ઘટાડી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ