બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / Abu Dhabi hindu temple made in 27 acres by BAPS is glorious and has followed vastushastra rules

ખાસિયતો / UAEના પ્રથમ હિન્દુ મંદિરમાં ગંગા-યમુનાના ઘાટનો થશે આભાસ, સંગમરમરની નકસી, ખાસિયતો અઢળક

Vaidehi

Last Updated: 07:35 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અબૂ ધાબીમાં બનેલ પહેલાં હિન્દૂ મંદિરનું નિર્માણકાર્ય 2019થી ચાલી રહ્યું છે. મંદિર માટે જમીન સંયુક્ત આરબ અમીરાતે દાનમાં આપી છે. 27 એકરમાં બનેલ આ મંદિરનું ઉદ્ગાટન PM મોદી દ્વારા કરવા આવશે.

  • અબૂ ધાબીમાં બન્યો પહેલો હિંદૂ મંદિર
  • PM મોદી આવતીકાલે કરશે મંદિરનું ઉદ્ગાટન
  • 27 એકરની જમીન સંયુક્ત આરબ આમીરાત દ્વારા દાનમાં અપાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં UAEનાં પ્રવાસે છે. તેઓ 14 ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમીનાં અવસરે અબૂ ધાબીમાં બનેલ પહેલા હિંદૂ મંદિરનું ઉદ્ગાટન કરશે. દિલ્હીમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરનારી સંસ્થા BAPSએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. આ મંદિરની બંને બાજુ ગંગા અને યમુનાનાં પવિત્ર જળનો સ્ત્રાવ થઈ રહ્યો છે. આ જળને મોટા-મોટા કંટેનરમાં ભારતથી લાવવામાં આવ્યું છે. મંદિર અધિકારીઓ અનુસાર જે દિશામાં ગંગાનું જળ વહે છે ત્યાં એક ઘાટનાં આકારમાં એમ્ફીથિયેટર પણ બનાવવામાં આવ્યું છે.

અબૂ ધાબીમાં આ મંદિર પહેલો હિંદૂ મંદિર
ગંગા અને યમુનાનાં પવિત્ર જળ સિવાય મંદિરમાં રાજસ્થાનનાં ગુલાબી બલુઆ પત્થર અને ભારતથી પત્થર લાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ લાકડાંનાં બોક્સથી બનેલ ફર્નીચરે મંદિરની શોભા વધારી છે. અબૂ ધાબીમાં આ મંદિર પહેલો હિંદૂ મંદિર છે જે દેશનાં વિવિધ વિસ્તારોનાં યોગદાનથી બનેલ વાસ્તુકલાનું એક ચમત્કાર છે.

જળની 2 ધારાઓ દેખાશે
મંદિરની બંને તરફ ગંગા-યમુનાનાં જળને પ્રવાહિત કરવાની પાછળ ઐતિહાસિક મંદિરનાં પ્રમુખ સ્વયંસેવક વિશાલ પટેલે કહ્યું કે- આ પાછળનો વિચાર મંદિરને વારાણસીનાં ઘાટની જેમ દેખાડવાનો છે જ્યાં લોકો બેસી શકે, ધ્યાન કરી શકે અને ભારતમાં બનેલ ઘાટની યાદોને તાજા કરી શકે. હવે પર્યટકો અંદર આવશે તો તેમને જળની 2 ધારાઓ દેખાશે જે સાંકેતિક સ્વરૂપે ભારતમાં ગંગા અને યમુના નદીઓને દર્શાવે છે. ત્રિવેણી સંગમ દેખાડવા માટે મંદિરની સંરચનાથી પ્રકાશનું કિરણ આવશે જે સરસ્વતી નદીનો ભાસ કરાવશે.

મંદિરની ખાસિયતો
આ હિંદૂ મંદિર આશરે 27 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે જે દુબઈ-અબૂ ધાબી શેખ જાયેદ હાઈવે પર અલ રહબાની નજીક સ્થિત છે. મંદિરને બોચાસનવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાન દ્વારા બનાવવામાં આવ્યું છે. મંદિરનાં આગળનાં ભાગમાં બલુઆ પત્થર પર ઉત્કૃષ્ટ સંગમરમરની કોતરણી છે જેને રાજસ્થાન અને ગુજરાતનાં કારીગરો દ્વારા 25000થી વધારે પત્થરનાં ટુકડાઓથી તૈયાર કરવામાં આવ્યું છે.

વધુ વાંચો: માત્ર UAE નહીં, પાકિસ્તાન સહિત વિશ્વના આ 7 મુસ્લિમ દેશોમાં આવેલા છે હિન્દુ મંદિર

સંકળાયેલા મુદ્દાઓ

Abu Dhabi Hindu Temple અબૂ ધાબી હિંદૂ મંદિર Abu Dhabi hindu temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ