બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / Not only UAE there are also Hindu temples in these countries including Pakistan
Last Updated: 04:06 PM, 13 February 2024
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે UAEના BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન પીએમ મોદી UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. મુસ્લિમ દેશ UAEમાં બનેલા આ વિશાળ હિન્દુ મંદિર પર ભારતમાં UAEના રાજદૂત અબ્દુલ નાસિર અલએ કહ્યું છે કે ભારત અને UAE સહિષ્ણુતા અને સ્વીકારના મૂલ્યો દ્વારા તેમની મિત્રતાને વધુ મજબૂત કરી રહ્યાં છે. જો કે UAE પહેલો મુસ્લિમ દેશ નથી. જ્યાં હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિશ્વના ઘણા મુસ્લિમ દેશો અથવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં હિન્દુ મંદિરો આવેલા છે.
ભારત અને નેપાળ વિશ્વના હિન્દુ બહુમતી ધરાવતા બે સૌથી મહત્વપૂર્ણ દેશો છે. પરંતુ મુસ્લિમ દેશોમાં પણ હિન્દુઓની નોંધપાત્ર સંખ્યા છે. . ચાલો એ દેશો પર નજર કરીએ
ADVERTISEMENT
પાકિસ્તાન
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં સ્થિત કટાસરાજ મંદિર સાતમી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર પરિસરમાં રામ મંદિર, હનુમાન મંદિર અને શિવ મંદિર છે.
મલેશિયા
મલેશિયા મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. પરંતુ અહીં હિન્દુ અને તમિલ સમુદાયના લોકો પણ રહે છે. મલેશિયાના ગોમ્બાચમાં બાટુ ગુફાઓમાં ઘણા મંદિરો આવેલા છે. આ ગુફાના પ્રવેશદ્વાર પર હિન્દુ દેવતા મુરુગનની વિશાળ પ્રતિમા છે.
ઈન્ડોનેશિયા
હાલમાં ઈન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે. જો કે, તેની સંસ્કૃતિમાં હિન્દુ રીતિ રિવાજોની ઝલક પણ જોઈ શકાય છે. ઈન્ડોનેશિયામાં મોટી સંખ્યામાં હિંદુ મંદિરો છે. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ નવમી સદીમાં બનેલા પ્રમ્બાનન મંદિરની મુલાકાત લીધી હતી.
બાંગ્લાદેશ
બાંગ્લાદેશની 15 કરોડથી વધુની વસ્તીમાં સવા કરોડથી વધું હિન્દુઓ છે . રાજધાની ઢાકામાં મોટી સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ ઢાકેશ્વરી મંદિરની મુલાકાત લે છે. દેશના જુદા જુદા ભાગોમાં બીજા ઘણા મંદિરો છે.
ઓમાન
ઓમાનની રાજધાની મસ્કતમાં શિવ મંદિર આવેલુ છે. ફેબ્રુઆરી 2018માં ઓમાનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની મસ્કતમાં શિવ મંદિરની મુલાકાત લીધી હતી. આ સિવાય મસ્કતમાં શ્રી કૃષ્ણ મંદિર અને ગુરુદ્વારા પણ છે.
યુએઈ (UAE)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. જો કે, UAE અને સાઉદી અરેબિયામાં હિન્દુ મંદિરો પહેલાથી જ અસ્તિત્વમાં છે, પરંતુ આ અબુધાબીનું પ્રથમ હિન્દું મંદિર છે. દુબઈ મ્યુઝિયમની સામે અને અલ ફહિદી સ્ટેશનથી થોડા અંતરે એક શિવ મંદિર છે. આ મંદિરમાં પરંપરાગત શિવલિંગ અને ભગવાન નંદીની મૂર્તિ છે. આ ઉપરાંત અહીં શિરડી તીર્થ પણ છે. દુબઈના જેબેલ અલીમાં એક હિન્દુ મંદિર પણ છે. આ મંદિરની સ્થાપના ગયા વર્ષે જ થઈ હતી.
બહેરીન
ભારતમાંથી ઘણા લોકો કામની શોધમાં બહેરીન તરફ વળે છે. આમાં હિન્દુઓ પણ મોટી સંખ્યામાં છે. તેમની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને ત્યાં શિવ મંદિર અને અયપ્પા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વાંચવા જેવુંઃ યુક્રેન હોય કે કતાર... તમામ દેશો સાથે મનમેળ સાધવામાં PM મોદીની કૂટનીતિ છે માસ્ટર સ્ટ્રોક, જાણો 5 મોટા નિર્ણય
PM મોદી હાલ બે દિવસ UAEની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEમાં બનેલા BAPS મંદિરના ઉદ્ઘાટન સંદર્ભે તેમજ અન્ય કાર્યક્રમોને લઇ આજે અને આવતીકાલ એમ બે દિવસ UAEમાં છે. છેલ્લા 8 મહિનામાં પીએમ મોદીની આ ત્રીજી UAE મુલાકાત છે. આ દરમિયાન પીએમ મોદી કતારની પણ મુલાકાત લેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.