બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / આરોગ્ય / abs workout for men and women know 5 minutes plank workout to get muscular abs

Workout / 5 મિનિટની આ કસરતથી 14 દિવસમાં દેખાવવા લાગશે 6 પેક એબ્સ! જુઓ વર્કઆઉટની ટિપ્સ

Manisha Jogi

Last Updated: 12:00 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એબ્સ બનાવવા તે મુશ્કેલ કામ છે, લાઈન દેખાતા જ લોકો ખુશ થઈ જાય છે. એબ્સ માટે એવી કસરત કરવાની રહે છે, જેથી ચરબી ઓછી થવાની સાથે સાથે મસલ્સ પણ બનશે.

  • એબ્સ બનાવવા મુશ્કેલ કામ
  • આ વર્કઆઉટ ફાયદાકારક સાબિત થઈ શકે છે
  • 14 દિવસમાં દેખાવવા લાગશે 6 પેક એબ્સ!

એબ્સ બનાવવા તે મુશ્કેલ કામ છે, લાઈન દેખાતા જ લોકો ખુશ થઈ જાય છે. જે લોકો દરરોજ મહેનત કરે છે, તે લોકો માટે આ વર્કઆઉટ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એબ્સ માટે એવી કસરત કરવાની રહે છે, જેથી ચરબી ઓછી થવાની સાથે સાથે મસલ્સ પણ બનશે. 

યૂટ્યૂબમાં NITANG નામની ચેનલ પર એક એબ્સ વર્કઆઉટનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, 14 દિવસના પ્લેંક વર્કઆઉટથી એબ્સ ફ્રેમ તૈયાર કરી શકાય છે. આ વર્કઆઉટમાં પ્લેંકના અલગ અલગ વેરિએશન શામેલ કરવામાં આવ્યા છે. દરરોજ 30 સેકન્ડ સુધી આ તમામ કસરત કરવાની છે અને ત્યાર પછી તરત બીજી કસરત કરવી. આ વર્કઆઉટ કેવી રીતે કરવા તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

હાઈ પ્લૈંક 

  • જમીન પર આખા શરીરનું વજન હથેળીઓ અને પંજા પર લાવી દો. 
  • બંને હથેળીઓ ખભાની નીચે અને પગ કમરની બરાબર ખુલ્લા રાખો. 
  • તમારી ગરદન કમર અને કુલ્લા એક સીધી રેખામાં હોવા જોઈએ, આ હાઈ પ્લૈંકની પોઝિશન છે. 
  • પેટ ટાઈટ કરીને પંજાની મદદથી શરીર આગળ પાછળ કરો.

સુપરમેન પ્લૈંક

  • હાઈ પ્લૈંકની પોઝિશનમા આવી જાવ.
  • જમણા હાથની હથેળી ખભાથી નીચે કાઢીને આગળની બાજુએ રાખોય
  • આ પ્રકારે ડાબા હાથની હથેળી આગળ લાવો. 
  • હવે જમણા હાથની હથેળી ફરી ખભા નીચે લાવી દો.
  • હવે ડાબા હાથની હથેળી પાછળ લઈ જાવ. 

ની ટૂ એલ્બો

  • આ એબ્સ એક્સરસાઈઝ માટે હાઈ પ્લૈંકની પોઝિશનમા આવી જાવ.
  • હવે જમણો પગ ઉપર કરો અને તે ઘુંટણને જમણા હાથની કોણી તરફ લાવો.
  • હવે જમણા હાથની કોણી તરફ લઈને સીધા કરી દો. 
  • હવે ડાબા પગ અને ઘુંટણ સાથે પણ આ પ્રકારે કરો. 

સિંગલ લેગ લિફ્ટ

  • આ કસરત માટે લો પ્લૈંક પોઝિશનમાં આવી જાવ
  • આ પોઝિશનમાં માત્ર હાથ વાળીને કોણીને ખભાની નીચે રાખવીય 
  • હવે ડાબો પગ ઉઠાવીને ઘુંટણ વાળ્યા વગર ઉપરની તરફ લઈ જાવ. 
  • હવે ફરી આ પ્રકારે કરો અને જમણા પગમાં પણ આ પ્રકારે જ કરો. 

ની ટેપ અને ની ટચ

  • હાઈ પ્લૈંકની પોઝિશનમા આવી જાવ.
  • એબ્સની આ પોઝિશન ખૂબ જ સરળ છે. 
  • પેટ ટાઈટ રાખો અને ઘુંટણ જમીન પર અડાડો. 
  • ઘુંટણ ફરી લઈ જાવ અને બીજો ઘુંટણ જમીન પર ટચ કરો.
  • ની ટચ માટે ઘુંટણ વાળીને જમીન પાસે લઈ જાવ. 
  • હવે જમણા હાથથી ડાબો ઘુંટણ અને ડાબા હાથથી જમણો ઘુંટણ ટચ કરો.
  • સતત આ પ્રકારે કરતા રહો. 

હિપ્સ ડિપ્સ 

  • લો પ્લૈંકની પોઝિશનમાં આવી જાવ.
  • હિપ્સ એક વાર ડાબી તરફ જમીન પર ટચ કરો. 
  • હવે નોર્મલ પોઝિશનમાં આવી જાવી. 
  • ફરી એકવાર હિપ્સ ડાબી તરફ જમીન પર ટચ કરો. 
  • આ પ્રકારે સતત કરતા રહો. 

ડોલ્ફિન એક્સરસાઈઝ

  • લો પ્લૈંકની પોઝિશનમાં આવી જાવ.
  • કુલ્લાને ઉપરની તરફ ઉઠાવો.
  • માથાને બંને હાથની વચ્ચે લાવો.
  • ફરી એકવાર કુલ્લા નીચે લાવો અને નોર્મલ થઈ જાવ.
  • અંતમાં બાલાસન સાથે થોડી વાર માટે આરામ કરો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ