બ્રેકિંગ ન્યુઝ
VTV / Aarogya Setu App Is Now Open Source
Kavan
Last Updated: 10:22 PM, 26 May 2020
ADVERTISEMENT
ત્યારે આરોગ્ય સેતુ એપની ગોપનીયતાને લઈને સરકારે આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં સરકારે આરોગ્ય સેતુ એપ્લિકેશનને લઇને એક મોટું એલાન કરતા જણાવ્યું કે આરોગ્ય સેતુ એપ ઓપન સોર્સ એન્ડ્રોઇડ વર્ઝન કર્યું છે. આપને જણાવી દઈએ કે આરોગ્ય સેતુ એપ્લિકેશનના 90 ટકા વપરાશકર્તાઓ ફક્ત એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ છે.
The #AarogyaSetuApp is now open source. Read the attached release documents to know more. pic.twitter.com/dubwKQTK0w
— Aarogya Setu (@SetuAarogya) May 26, 2020
ADVERTISEMENT
આજ રાતથી ઓપન સોર્સ કરાશે
સરકારનું એવું પણ કહેવું છે કે, આજે એટલે કે 26મેની અડધી રાત બાદ એપનો સોર્સ કોડ ઉપલબ્ધ કરાવવામાં આવશે, ઓપન સોર્સ થવાનો અર્થ છે કે, દુનિયાનો કોઇપણ ડેવલપર એ જાણી શકે છે કે, આરોગ્ય સેતુમાં કયા-કયા પ્રકારની જાણકારી સ્ટોર થઇ રહી છે અને એપ તમારા ફોનમાં શું કરી રહી છે.
એક લાખ રૂપિયાના ઇનામ સાથે બગ બાઉન્ટિ કાર્યક્રમ શરૂ કરાયો
The #AarogyaSetuApp
— Aarogya Setu (@SetuAarogya) May 26, 2020
Is now open source! https://t.co/9reMI6TzYF
સરકારે એપ્લિકેશનમાં ભૂલો શોધવા માટે બગ બાઉન્ટિ કાર્યક્રમ પણ શરૂ કર્યો છે, જે અંતર્ગત આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં ભૂલ શોધવા માટે એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. સરકારે તમામ ડેવલપર્સનું સ્વાગત કર્યું અને કહ્યું કે જો તેમને એપ્લિકેશન વિશે કોઈ પ્રશ્ન, અભાવ અથવા કોઈ સૂચન હોય તો તે સ્વાગત છે.
વિશ્વની પ્રથમ સરકારી એપ, જેને ઓપન સોર્સ કરવામાં આવી રહી છે
સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આરોગ્ય સેતુ એ વિશ્વનું પહેલું સરકારી સોફ્ટવેર અથવા એપ્લિકેશન છે જે ઓપન સોર્સ કરવામાં આવી રહી છે. પ્રેસ કોન્ફરન્સમાં એ પણ અહેવાલ આપ્યો હતો કે આરોગ્ય સેતુ એપે 3-17 દિવસ પહેલાં લગભગ ત્રણ હજાર કોરોના હોટસ્પોટ્સની શોધ કરી હતી.
ફ્રાન્સના હેકરે કર્યો છે સુરક્ષાને લઇને દાવો
The source code of @SetuAarogya needs to be open source.
— Elliot Alderson (@fs0c131y) May 6, 2020
When you ask (force) people to install an app, they have the right to know what the app is really doing.
If you love your country @SetuAarogya, publish the source code
આપને જણાવી દઇએ કે, ફ્રાન્સના સિક્યોરિટી એક્સપર્ટ અને એથિકલ હેકર ઇલિયટ એન્ડરસનને ગયા મહિને ટ્વીટ કરીને આરોગ્ય સેતુ એપની પ્રાઇવસીને લઇને સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓના ડેટા જોખમમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.